Monday, October 18, 2021
Homeઅપૂર્વીએ 10 મીટર એર રાઇફલમાં 252.9 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ...
Array

અપૂર્વીએ 10 મીટર એર રાઇફલમાં 252.9 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: શૂટિંગ વર્લ્ડકપમાં શનિવારે ભારતની અપૂર્વી ચંદેલાએ મહિલા 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અપૂર્વીએ 252.9 પોઇન્ટ મેળવ્યા હતા. આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ ચીનની રૃઓઝુ ઝાઉના નામે હતો. ઝાઉએ 2018માં 252.4 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અપૂર્વી આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજી ભારતીય મહિલા છે. આ પહેલા અંજલિ ભાગવતે 2003માં વર્લ્ડકપના 10 મીટર એર રાઇફલ ઇવેંટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ચીનની નિશાનેબાજોએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. રુહોંઝુએ 251.8 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. તેની હમવતન ઝૂ હોંગ 230.4 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી.

અપૂર્વીએ 2015ના વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

અપૂર્વીનો વર્લ્ડકપમાં આ ત્રીજો મેડલ હતો. આ પહેલા તે 2015માં આઈએસએસએફ વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીતી હતી. તે પછી તેણે 2015માં ચાંગવોન વર્લ્ડકપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગયા વર્ષે જકાર્તા એશિયન ગેમ્સમાં રવિ કુમાર સાથે મળીને મિક્સ્ડ ટીમ ઇવેંટ્સમાં 10 મીટર એર રાયફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2020 ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય

અપૂર્વી ચંદેલા અને અંજુમ મોદગિલે સપ્ટેમ્બર 2018માં જ ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવી લીધી હતી. તે વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ ઇવેંટમાં અપૂર્વી ચોથા સ્થાને અને અંજુમ બીજા સ્થાને આવી હતી. કોઈ પણ દેશ આ કેટેગરીમાં વધીને 2 કોટા હાંસલ કરી શકે છે. ભારતે આ બંને કોટા પ્રાપ્ત કરી ચૂક્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments