Saturday, September 25, 2021
Homeઅફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ, અલ્લાહ પાકિસ્તાનની પ્રોડક્ટ નથી
Array

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ, અલ્લાહ પાકિસ્તાનની પ્રોડક્ટ નથી

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ તાલિબાનને લઈને પાકિસ્તાન પર સતત નિશાન સાધી રહ્યા છે. અમરૂલ્લાહ સાલેહે સોમવારે રાતે ટ્વીટ કરીને તાલિબાન અને પાકિસ્તાનને આડે હાથ લીધુ છે. અમરૂલ્લાહે પોતાના ટ્વીટમાં લખ્યુ છે, હેરાત બુલા રહા હે. રાત્રે હેરાતે મોટા અવાજ અને બિલ્કુલ સ્પષ્ટ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા. અલ્લાહ તાલિબાન આતંકવાદીઓના હાથનુ રમકડુ નથી. હેરાત ગર્જના કરી રહ્યો છે. અલ્લાહ પાકિસ્તાનની પ્રોડક્ટ નથી. રાતે હેરાતના લોકો રસ્તા પર છે અથવા તો છત પર અફઘાનિસ્તાન દળના સમર્થનમાં ઉભા છે.

તાલિબાન અને અફઘાનિસ્તાનના દળની વચ્ચે હેરાતમાં ભારે યુદ્ધ છેડાયેલુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે સોમવારે સવારે લશ્કરબાગમાં અમેરિકાએ હવાઈ હુમલા કર્યા છે. હેરાતમાં તાલિબાનને થયેલા નુકસાનને લઈને જ અફઘાન ઉપરાષ્ટ્રપતિએ આ ટ્વીટ કરી છે.

અમેરિકી સૈનિકોની વાપસી બાદ તાલિબાનની વધતી તાકાત માટે અફઘાનિસ્તાન પાકિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યુ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાશંકદમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની સામે કહ્યુ હતુ કે પાકિસ્તાને હજારો તાલિબાન લડાકુને અફઘાનિસ્તાનમાં મોકલ્યા છે.

શનિવારે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીનુ એક નિવેદન ઘણુ વિવાદિત થઈ ગયુ હતુ. પાકિસ્તાની વિદેશ મંત્રીએ મુલ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે તાલિબાન અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટને રોકવામાં સક્ષમ હશે. જોકે બાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણ આવ્યુ અને કહેવામાં આવ્યુ કે કુરેશીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments