Thursday, September 23, 2021
Homeઅફીણ સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી. , કુલ 11944...
Array

અફીણ સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી. , કુલ 11944 નો મુદામાલ કબ્જે

તા.૧૨/૦૩/૧૯ ના રોજ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. કનુભાઇ પ્રાગજીભાઇ નાઓને બાતમીદાર દવારા બાતમી મળેલ કે “આનંદનગર, કારેલીબાગ ખાતે રહેતો મનોજ ઉર્ફે મહેન્દ્રસિંહ રાઠોડનો અફીણનો જથ્થો લઇને તેના ગ્રાહકને ડીલીવરી આપવા ફતેગંજ ચિશ્તીયાનગર ત્રણ રસ્તા થઇને જનાર છે” તે મુજબની મળેલ બાતમી આધારે એન.એ.વાઘેલા પો.ઇન્સ. ફતેગંજ પો.સ્ટે. તથા એસ.ઓ.જી.ના પો.સ.ઇ. જે.વી.રાઠોડ તથા સ્ટાફના માણસો એ.એસ.આઇ. કનુભાઇ, એ.એસ.આઇ. કેસરીસિંહ માધવસિંહ, હે.કો. ધમેન્દ્રસિંહ ગણપતસિંહ, પો.કો. વિજયસિંહ શંકરસિંહ, પો.કો. અનુપ ટેકબહાદુર નાઓએ રેઈડનું આયોજન કરી, પંચો સાથે જુના છાણી રોડ, ચિશ્તીયાનગર ત્રણ રસ્તા ખાતે વોચ દરમ્યાન અફીણનો સફળ કેસ શોધી કાઢેલ.

આ વોચ દરમ્યાન મનોજ ઉર્ફે મહેન્દ્રસિંહ રઘુવિરસિંહ રાઠોડ રહે.૪૮૪, આનંદનગર, કારેલીબાગ, વડોદરા નાને એસ.ઓ.જી. દવારા ધરપકડ કરવામાં આવેલ છે.

ઉ૫રોકત ઇસમના કબ્જામાંથી માદક પદાર્થ ”અફીણ” ૧૯૩ ગ્રામ કિંમત રુા.૧૫૪૪/- નો જથ્થો તથા (ર) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (ર) અંગ ઝડતીના રુા.૪૦૦/- સહીત કુલ્લે રુા.૧૧,૯૪૪/- નો મુદામાલ મળી આવેલ હોય તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આરોપીની પ્રાથમિક પુછપરછમાં તે છેલ્લા ૧ વર્ષથી છુટૃક અફીણનો ધંધો કરે છે અને આ અફીણનો જથ્થો નિઝામપુરામાં રહેતા કનુભાઇ પાસેથી ત્રણેક મહિના પહેલા લાવેલ હોવાનું અને યુ.પી. તરફના શેખ નામના ઇસમને આપવા જતો હોવાનું જણાવેલ હોય તેની તથા અફીણ સપ્લાયર તથા ડીલીવરી લેનાર ત્રણે ઇસમો વિરુધ્ધમાં એન.ડી.પી.એસ.એકટ ૮(સી), ૧૭,૧૮ મુજબ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા કરવામાં આવેલ છે.

ધરપકડ કરેલ મનોજ ઉર્ફે મહેન્દ્રસિંહ રઘુવિરસિંહ રાઠોડ વિરૂધ્ધમાં સને ૧૯૯૮ માં અફીણનો એક કેસ ડી.સી.બી. પો.સ્ટે.માં તથા સને ૨૦૧૬ માં મારામારીનો એક કેસ કારેલીબાગ પો.સ્ટે.માં દાખલ થયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments