અભિનંદનના મુક્તિના સમાચારથી ખુશીની લાગણી વ્યક્ત કરતાં રૂપાણીએ કહ્યું,હાઈએલર્ટ છે ચિંતાનું કારણ નથી

0
32

સુરતઃશહેરમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતના પાયલોટ અભિનંદનની મુક્તિના સમાચાર પર હરખ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, આપણે સરહદી રાજ્ય છીએ પાકિસ્તાનની મોટી સીમા ગુજરાતને સ્પર્શે છે માટે વિવિધ સિક્યુરીટી ફોર્સથી લઈને જાહેર સ્થળો પર વિશેષ સિક્યુરીટી રાખવાની સાથે હાઈ એલર્ટ પણ જાહેર કરાયું છે જે ચિંતાનું કારણ ન હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

દેશભરમાં આનંદ છવાયો
સુરતમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે ગઈકાલે જ પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો કે, ભારતના પાઇલોટ અભિનંદનને મુક્ત કરવામાં આવે. દેશભરના લોકોની પણ લાગણી હતી કે, વાયુસેનાના જવાન અને પાઇલોટને પાકિસ્તાન તાત્કાલિક મુક્ત કરે ત્યારે અભિનંદનના  મુક્તિના સમાચાર સાથે જ મને પણ આનંદ છે અને દેશભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કે, અભિનંદનને ભારત સરકારના અનુરોધ ઉપર સહમત થઈ પાકિસ્તાન આગળ વધ્યું છે અને આવતીકાલે મુકત કરશે. સાથે જ તેમણે ઉમેર્યું કે,આપણે એવી આશા રાખીએ કે, અભિનંદન જેવા બહાદુર પાઇલોટ દેશ જલ્દી પરત આવે અને દેશ એનું સ્વાગત કરશે.
એલર્ટથી ચિંતાનું કારણ નથી
ગુજરાતમાં અપાયેલા હાઈ એલર્ટ પર રૂપાણીએ કહ્યું હતું કે, આપણે બોર્ડર રાજ્ય છીએ. એટલે સ્વાભાવિક છે કે, દરિયા બોડર્ર છે અને જમીનની પણ બોર્ડર છે. એ બંને ઉપર કોર્ડીનેશન પોલીસ,મિલિટરી-નેવી આ બધાનું જરૂરી હોય છે. સાથે જ ગુજરાતના જાહેર સ્થળોએ ઉપર વિશેષ તણાવથી હાઈ એલર્ટ ઉપર જાહેર કરેલી છે પરંતુ કોઈ ચિંતાનું કારણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here