Wednesday, September 28, 2022
Homeઅભિનંદનની ઘરવાપસી માટે પાકિસ્તાનને મજબૂર કરવા પાછળ આ દેશોનું મહત્વનું યોગદાન
Array

અભિનંદનની ઘરવાપસી માટે પાકિસ્તાનને મજબૂર કરવા પાછળ આ દેશોનું મહત્વનું યોગદાન

- Advertisement -

નવી દિલ્હીઃ ઇમરાન ખાન દ્વારા ભારતીય પાયલટ અભિનંદર વર્ધમાનની મુક્તિની જાહેરાત બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો થવાની શક્યતાઓ છે. આતંરરાષ્ટ્રીય દબાણના કારણે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શાંતિ માટે ઉઠાવેલા પગલાં હેઠળ ગુરૂવારે જાહેરાત કરી કે, પાકિસ્તાન ભારતીય પાયલટ અભિનંદનને આજે શુક્રવારે મુક્ત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય પાયલટ અભિનંદનને પરત મોકલવા પાછળ અમેરિકા, સંયુક્ત અરબ અમિરાત અને સાઉદી અરેબિયાનું મોટું યોગદાન છે. આ ત્રણ દેશોના દબાણના કારણે જ પાકિસ્તાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને બે દિવસ બાદ જ ભારતને સોંપવાની જાહેરાત કરી છે. જો કે, આ પ્રયાસો પર ભારત સરકાર તરફથી હજુ સુધી કોઇ ઔપચારિક નિવેદન નથી આવ્યું.

અમેરિકાની પાયલટની મુક્તિમાં મહત્વની ભૂમિકા
વોશિંગ્ટને ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઘટાડવા અને પાયલટની મુક્તિમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. કારણ કે, ઇમરાન ખાનની જાહેરાત પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે હનોઇમાં વર્લ્ડ મીડિયાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન તરફથી ખૂબ જ સારાં સમાચાર આવશે.
ટ્રમ્પે પત્રકારના સવાલોના જવાબમાં કહ્યું કે, અમે ભારત-પાકિસ્તાનના તણાવને ઘટાડવાના પ્રયત્નોમાં સામેલ રહ્યા છીએ અને અમારી પાસે ભારત-પાકિસ્તાન તરફથી ઘણાં સારાં સમાચાર આવશે તેવી ખાસ માહિતી છે. બહુ ઝડપથી આ બંને દેશોની વચ્ચે તણાવ ઘટશે.
અજીત ડોભાલ સાથે ગુરૂવારે 25 મિનિટ વાત
અમેરિકાની ભૂમિકાને એ રિપોર્ટ્સના આધારે સમજી શકાય છે કે, અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુરૂવારે સવારે અંદાજિત 25 મિનિટ સુધી વાતચીત કરી હતી.
ભારત-પાક મામલે એક મહત્વની ભૂમિકા નિભાવનાર દેશ હતું સંયુક્ત અરબ અમિરાત જે ભારતનું મહત્વનું સહયોગી બની રહ્યું છે. સંયુક્ત અરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ગુરૂવારની સાંજે એક ટ્વીટ કરી હતી. જે અનુસાર, તેઓએ ભારતીય વડાપ્રધાન અને પાકિસ્તાની વડાપ્રધાનને ફોન કર્યો અને હાલના ઘટનાક્રમો સાથે સમજદારી પૂર્વક વર્તન કરવા માટે સંવાદ અને સંચારને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મુક્યો હતો.
ત્રીજો મહત્વનો દેશ હતો સાઉદી અરેબિયા, જેને સાર્વજનિક રીતે પુલવામા આતંકી હુમલા બાદ વધેલા તણાવને ખતમ કરવામાં મદદની વાત કરી હતી. સાઉદી અરેબિયાના વિદેશ મામલાના રાજ્યમંત્રી અડેલ અલ જુબિર શુક્રવારે ક્રાઉન પ્રિન્સે મહત્વપૂર્ણ સંદશની સાથે ઇસ્લામાબાદ માટે ઉડાન ભરશે. સંજોગવશ ભારતમાં સાઉદીના એમ્બેસેડરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પણ સામેલ
અન્ય દેશોમાં બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પણ સામેલ છે, જેણે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના સતત પ્રયત્નો કર્યા. એટલું જ નહીં, આ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશના ચીફ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવા માટે એક પ્રસ્તાવ પણ મુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી કોઇ શરત વગર પાયલટ અભિનંદનને મુક્ત કરવાની વાત કહેવામાં આવી છે, જેના થોડાં સમય બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શાંતિ ભાવના હેઠળ ભારતીય પાયલટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી છે. વિંગ કમાન્ડર અભિનંદનને આજ પાકિસ્તાન વાઘા બોર્ડરથી ભારતને સોંપવવામાં આવશે, તેઓને લેવા માટે ભારત સરકારનું એક પ્રતિનિધિ મંડળ જશે. જો કે, એ સ્પષ્ટ નથી કે, પાકિસ્તાન અભિનંદનને આતંરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે અથવા ભારતીય અધિકારીઓને.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular