Wednesday, September 28, 2022
Homeઅભિનંદન ઘરે પધાર્યાઃ તમામ ભારતીયોના ઉત્સાહભેર આવકાર વચ્ચે આગમન
Array

અભિનંદન ઘરે પધાર્યાઃ તમામ ભારતીયોના ઉત્સાહભેર આવકાર વચ્ચે આગમન

- Advertisement -

ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરવા જઈ રહ્યા છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરતી વખતે અભિનંદનનું વિમાન પીઓકેમાં ભાંગી પડ્યું હતું, તે પછી પાકિસ્તાનના સૈનિકોએ તેને પકડી લીધો હતો અને આજે પાકિસ્તાન તેને પારત કરી રહ્યું છે. હાલમાં વાઘા બોર્ડર પર હજારોની સંખ્યામાં લોકો હાજર છે અને ત્યાં ગજબનો જોશ જોવા મળી રહ્યા છે. અભિનંદનને પાકિસ્તાનથી ભારત લાવવા સુધીની આજનો શું છે ઘટના ક્રમ જુઓ અહીં…

વતન પાછા ફર્યા વિંગ કમાન્ડર અભિનંદન

વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે. આખો દેશ જેની રાહ જોઈ રહ્યો હતો તે વિંગ કમાન્ડર અભિનંદન સાંજે સાડા છ વાગ્યે ભારત પરત ફર્યા છે. લાંબી રાહ બાદ વિંગ કમાન્ડર અભિનંદન પાછા ફર્યા છે. અટારી બોર્ડર પર તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પાકિસ્તાનના રેન્જર્સોએ તેમને ભારતીય અધિકારીઓને પરત સોંપ્યા છે.

વિઝા દ્વારા ભારતીય સીમામાં પ્રવેશ કરશે અભિનંદન

વિંગ કમાન્ડર અભિનંદન સાથે બોર્ડર પર સામાન્ય ભારતીય નાગરિકની જેમ જ વ્યવહાર કરવામાં આવશે. ભારતમાં પ્રવેશ કર્યા પહેલા તેમને ઈમીગ્રેશનની બધી જ ફોર્માલિટીને પૂર્ણ કરવી પડશે.

અટારી બોર્ડર પર એર વોઈસ માર્શલ રવિ કપૂર વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી બાદ મીડિયાને સંબોધન કરશે.

બીએસએફના જવાન થોડા જ સમયમાં અટારી બોર્ડર પર મીડિયા બ્રિફિંગ કરી શકે છે. જેની તૈયારીઓ થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે સમયે વિંગ કમાન્ડર અભિનંદન હાજર રહી શકે છે. અભિનંદન થોડી જ ક્ષણોમાં ભારત પરત ફરશે અને ત્યાંર બાદ એરફોર્સના મથકે જઈને પત્રકાર પરિષદ કરશે અને પાકિસ્તાનમાં થયેલા પોતાના અનુભવો વિશે વાત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular