ભારતીય વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ પર પુલવામા હુમલા બાદ બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર વિભિન્ન સવાલોનો જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે તે સવાલનો પણ જવાબ આપ્યો કે શું વિંગ કમાન્ડર અભિનંદન ફરીથી આસમાનમાં ઉડાન ભરી શકશે કે નહી.
આ સવાલના જવાબમાં એર ચીફ માર્શલે કહ્યું કે હાલ અભિનંદનના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં મેડિકલ ફિટ થાય તો તે ફરીથી ફાઇટર પ્લેન ઉડાવી શકશે.
અભિનંદન વિશે પૂછવામાં આવેલા પત્રકારોના સવાલના જવાબમાં ધનોઆએ જણાવ્યું કે તે ફરીથી પ્લેન ઉડાવી શકશે કે કેમ તે સંપૂર્ણપણે તેની ફિટનેસ પર આધાપિત છે. એર ચીફ માર્શલે કહ્યું કે તેથી ઇજેક્શન બાદ તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ. તેમને જે પણ ઇલાજની જરૂર હશે તેને તે સારવાર આપવામાં આવશે. તે એકવાર ફિટ થઇ જાય તો ફરીથી ફાઇટર કૉકપીટમાં બેસી શકશે.
જણાવી દઇએ કે પાકિસ્તાનથી ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનના શૌર્યના દેશભરમાં વખાણ કરવામાં આવી રહ્યા છે. અભિનંદન અત્યારે દિલ્હીમાં આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અભિનંદનને એક નિવેદનમાં કહ્યુ કે, તે ખૂબ ઝડપથી યુદ્ધ વિમાનની કોકપિટમાં પરત ફરવા ઈચ્છે છે.
આ પહેલા તેમણે કહ્યુ હતુ કે, સ્વદેશ પરત ફર્યા બાદ હું વધારે ખુશ છુ. દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અભિનંદનના અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે અભિનંદનની બોડીનુ એમઆરઆઈ કરવામાં આવ્યુ. મળતી માહિતી પ્રમાણે અભિનંદનના હાડકામાં ઈજા થઈ છે. જેથી તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાની સેનાના યુદ્ધ વિમાને ભારતમાં પ્રવેશ કરતા ભારતીય સેનાએ પાકિસ્તાની વિમાનને ભગાડ્યા હતા. જે દરમ્યાન વિંદ કમાન્ડર અભિનંદનનું વિમાન ક્રેશ થયુ હતુ. અને પાકિસ્તાન આર્મી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.