Tuesday, January 18, 2022
Homeઅભિનંદન ભારતમાં અને બીજી તરફ કાશ્મીરમાં 4 જવાન શહીદ, આતંકી સાથે અથડામણ
Array

અભિનંદન ભારતમાં અને બીજી તરફ કાશ્મીરમાં 4 જવાન શહીદ, આતંકી સાથે અથડામણ

લાંબી ઇન્તેજારી બાદ આખરે એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પાકિસ્તાનમાંથી સ્વદેશ વાપસી થઇ છે. ત્યારે બીજી તરફ કાશ્મીરની સરહદ પર આતંકવાદીઓ સાથે અથડામણ થઈ રહી છે. 4 જવાન શહીદ થયાની પણ વાત સામે આવી રહી છે. ત્યારે એક તરફ દેશમાં અભિનંદનના આગમનની ખૂશી હતી જે હવે માતમમાં બદલાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી કુપવાડા જિલ્લાના હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં શુક્રવારે આતંકવાદી હુમલામાં 4 સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ગયા છે. હુમલામાં 8 જવાનો ઘાયલ થવાની જાણકારી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએપ અને સેનાના જવાન આતંકવાદીઓના શવ લેવા માટે ગયા હતા. મારી નાખવામાં આવેલા બે આતંકવાદીઓમાંથી એક અચાનક ઉભો થયો અને બેફામ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં 4 જવાન શહીદ થયા અને 8 ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં સુરક્ષાબળો અને આતંકવાદિઓની વચ્ચે ગોળીબાર ચાલુ હોવાની જાણકારી મળી રહી છે. સેનાના જવાન લંગેટના ખાનન બાબાગુડમાં અડધી રાતે સર્ચ અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે આ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular