Tuesday, September 28, 2021
Homeઅભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ દાખલ, કર્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન
Array

અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ દાખલ, કર્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન

ફિલ્મ અભિનેતામાંથી નેતા બનેલા પ્રકાશ રાજ વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જણાવી દઇએ કે પ્રકાશ રાજ કર્ણાટકના બેંગલોર સેન્ટ્રલ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર પ્રકાશ રાજ વિરુદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ફ્લાઇંગ સ્ક્વોડના એક અધિકારીએ જણાવ્યું કે અભિનેતાએ 12 માર્ચના રોજ એમજી રોડ પર મહાત્મા ગાંધી સર્કલ પાસે એક જાહેર સભામાં માઇકનો ઉપયોગ કર્યો હતો અને તેની સાથે જ તેણે રોડ શો પણ કર્યો હતો.

જો કે અભિનેતા તરફથી જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો અને તે કોઇ રાજકીય ઘટના ન હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments