અમદાવાદઃ વસ્ત્રાપુરમાં 7 વર્ષ પહેલા થયેલી સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો

0
0

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 7 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સિક્યોરિટી ગાર્ડની હત્યાના આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. 7 વર્ષ બાદ હત્યાના આરોપીની ગાંધીનગરમાંથી ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ મોબાઈલ ચોરી કરતા ગાર્ડે આરોપીને ઝડપી પાડ્યો હતો. મોબાઈલ ચોરીમાં પકડાતા ગાર્ડે આરોપીને માર માર્યો હતો. મારનો બદલો લેવા માટે આરોપીએ મિલેનિયમ પ્લાઝામાં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી હતી. ગાર્ડની હત્યા કરીને આરોપી ફરાર થયો હતો. હત્યા બાદ આરોપી પંજાબ અને યૂપીમાં ફરતો હતો.

ત્યાર બાદ લગ્ન કરીને આરોપી ગાંધીનગરના ખાત્રજમાં રહેતો હતો. જેની જાણ થતા પોલીસે આરોપીની ગાંધીનગરમાંથી ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here