Tuesday, December 7, 2021
Homeઅમદાવાદથી ગુમ થયેલી સગીરા હત્યાના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ
Array

અમદાવાદથી ગુમ થયેલી સગીરા હત્યાના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ

અમદાવાદઃ  શહેરના કૃષ્ણનગરમાં રહેતી અને ત્રણ મહિના અગાઉ ગુમ થયેલી સગીરા સુરતના લાજપોર જેલમાં બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સગીરાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરત કતારગામ પોલીસની અને અમદાવાદ કૃષ્ણનગર પોલીસની બેદરકારી સામે આવી છે. સુરત પોલીસે હત્યામાં ધરપકડ કરાયેલી સગીરાની ઉંમર તપાસયા વગર જ તેને નારી સંરક્ષણ ગૃહ કે બાળ હોમની જગ્યાએ લાજપોર જેલમાં મોકલી દીધી છે.

પોલીસે સગીરા હોવા છતાં તેની તપાસ કર્યા વગર લાજપોર જેલમાં નાંખી દીધી

18 ઓક્ટોમ્બર 2018એ સગીરાનું અપહરણ થયું હતું

સગીરાના પરિવારજને જણાવ્યું હતું કે તેમની 14 વર્ષની પુત્રીનું 18 ઓક્ટોમ્બરના રોજ ગુમ થઈ હતી. જે મામલે તેઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કોઈ જ તપાસ કરી ન હતી. દરેક જગ્યાએ માહિતી આપી દીધી છે તેમ જણાવ્યું હતું.

બે મહિના પછી સગીરા લાજપોર જેલમાં હોવાનું બહાર આવ્યું

પરિવારજનો તેમની પુત્રીને શોધી રહ્યા હતા તે દરમ્યાનમાં સગીરાએ તેની મોટી બહેનને ફોન કરી અને સુરતમાં વિમલનાથ ફ્લેટમાં થયેલી હત્યાના ગુનામાં તેને ફસાવી દેવામાં આવી છે. તે હાલ લાજપોર જેલમાં બંધ છે તેમ જણાવ્યું હતું. પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક સુરત લાજપોર જેલમાં ગયા હતા અને સગીરાને મળ્યા હતા. સગીરાએ જણાવ્યું હતું કે તેને પ્રેમજી નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હતો.

કતારગામ પોલીસે હડધૂત કરી કાઢી મુક્યા

સગીરાના પરિવારજનો કેસની માહિતી લેવા કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતા જ્યાં પોલીસ ઇન્સ્પેકટરએ તેઓને સાંભળ્યાં ન હતા. જેલમાં બંધ સગીરની ઉંમર નાની હોવાનું કહેવા અને તેના પુરાવા આપવા છતાં તેઓએ સાંભળ્યું ન હતું. ફરિયાદની કોપી માંગવા છતાં તેઓએ આપી ન હતી. અમદાવાદથી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા છતાં કતારગામ પોલીસે પરીવારને કાઢી મુક્યો હતો.

કૃષ્ણનગર પોલીસે કોઈ તપાસ જ ન કરી

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાના ફોટો સાથે ફરિયાદ આપવા છતાં પોલીસે તેની કોઈ તપાસ જ કરી ન હતી. જે પણ વ્યક્તિ ગુમ થાય તેનું રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ફોટા સાથે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ સુરતની કતારગામ અને અમદાવાદની કૃષ્ણનગર પોલીસે સગીરાના અપહરણ મામલે કોઇ જ ધ્યાન આપ્યું ન હતું.

ગુજરાત મહિલા આયોગ રિપોર્ટ મંગાવશે, સીઆઈડી ક્રાઈમના વડાને તપાસના આદેશ

સગીરાના ગુમ થવા મામલે ગુજરાત મહિલા આયોગ અમદાવાદ પોલીસ કમિશનર અને સુરત પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગશે. બીજી તરફ રાજ્ય પોલીસ વડાએ આ સમગ્ર કેસ મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાને તપાસ સોંપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments