અમદાવાદથી ભૂજ જતી વોલ્વો બસ ટ્રક પાછળ ઘૂસી, ડ્રાઈવરનું મોત

0
111

અમદાવાદ-સુરેન્દ્રનગર: અમદાવાદથી ભૂજ જતી વોલ્વો બસને હળવદની સરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વોલ્વો બસના બ્રેઈક ફેલ થતા આગળ જઈ રહેલા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં વોલ્વોના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે બસના મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતક ડ્રાઈવરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here