Tuesday, September 21, 2021
Homeઅમદાવાદનાં 14 ચેરિટેબલ ટ્રસ્ટ સામે ફોજદારી કાર્યવાહી કરવા આદેશ
Array

અમદાવાદનાં 14 ચેરિટેબલ ટ્રસ્ટ સામે ફોજદારી કાર્યવાહી કરવા આદેશ

અમદાવાદ: શહેરના 14 સખાવતી ટ્રસ્ટ (ચેરિટી ટ્રસ્ટ)એ 2 ટકા ફાળો ન ભરતાં ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટીઓ સામે ફોજદારી પગલાં ભરવા ચેરિટી કમિશનરે આદેશ આપ્યો છે, રાજ્યમાં અંદાજે 25 હજારથી વધુ એવા ટ્રસ્ટ છે, જેમણે ફાળાની રકમ ચેરિટી કમિશનરને જમા કરાવી નથી.રાજ્યના ચેરિટી કમિશનર વાય. એમ. શુક્લે તાજેતરમાં જ જુદા જુદા ટ્રસ્ટને તત્કાલ બે ટકા ફાળો ચૂકવી દેવા નોટિસ આપી હતી તેમ જ આ રકમ ન ભરવા બાબતે ખુલાસો કરવા તેમની સમક્ષ હાજર રહેવા પણ નિર્દેશ આપ્યો હતો.

જોકે 14 સંસ્થા ચેરિટી કમિશનર સમક્ષ હાજર રહી નહીં હતી તેમજ કોઈ ખુલાસો પણ કર્યો ન હતો. રાજ્યનાં ટ્રસ્ટો પાસેથી ચેરિટી કમિશનરના 15 કરોડ લેણાં નીકળે છે: રાજ્યનાં જુદાં જુદાં ટ્રસ્ટો પાસેથી ચેરિટી કમિશનરે ફાળાપેટે 15.11 કરોડ લેણાં છે. અનેક ટ્રસ્ટે 15થી 20 વર્ષ સુધી ઓડિટ કરાવ્યું નથી. માત્ર અમદાવાદની સંસ્થાઓ પાસે જ 7.86 કરોડની રકમ લેણી નીકળે છે.

આ ટ્રસ્ટ સામે ફોજદારી કરાશે

ટ્રસ્ટ બાકી રકમ
એકલવ્ય ફાઉન્ડેશન 124163
મહિલા એકતા પરિષદ, વેજલપુર 64510
મેઘાણીનગર યુવક મંડળ 76624
સત્વ ફ્લેટ ઓનર્સ એસોસિયેશન 223454
ભારતી સેનિટેશન એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 100000
વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ 176136
વાઘેશ્વરી માતાજી માંડલિયા સોની કુળદેવી ટ્રસ્ટ 178589
શ્રી રાજ ફાઉન્ડેશન 133851
ગુણશીલ શ્વે. મુ.પૂ.જૈન સંઘ 84424
ગાયત્રી પરિવાર ટ્રસ્ટ 169296
ન્યૂ ગુજરાત ગાંધી ખાદી ગ્રામોદ્યોગ 71423
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments