Sunday, October 17, 2021
Homeઅમદાવાદનાં 3 ગઠિયાએ મુંબઈની કેમિકલ કંપની સાથે રૂપિયા 16.75 લાખની છેતરપીંડિ કરી
Array

અમદાવાદનાં 3 ગઠિયાએ મુંબઈની કેમિકલ કંપની સાથે રૂપિયા 16.75 લાખની છેતરપીંડિ કરી

મુંબઈ: મુંબઈની એક કેમિકલ કંપની સાથે રૂપિયા 16.75 લાખની ઠગાઈ કરનાર આરોપીઓ સામે જવાહર નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત અનુસાર અંધેરીમાં રહેતા રાધવેન્દ્ર નારાયણ સેરેગસ વર્ષ 2012થી મુંબઈની આઈરીશ કલર એન્ડ પોલિમર્સ પ્રા.લિ. કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જેની સાથે અમદાવાદના ત્રણ ગઠિયાએ 16.75 લાખની છેતરપીંડિ કરી છે. અમદાવાદના જીજ્ઞેશ પ્રજાપતી, શક્તિ વેવનીયરા અને અયન નાણાંવટીએ સપ્ટેમ્બર 2018થી જાન્યુઆરી 2019 સુધીમાં 16.75 લાખની કિંમતનો કેમિકલનો જથ્થો ક્રેડિટ પર મેળવ્યો હતો. જેની સામે આપેલા ચેક બેન્કમાંથી પરત ફર્યા છે. જેથી કંપનીના ડિરેક્ટરે અમદાવાદના ત્રણ ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ જવાહર નગર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments