- Advertisement -
રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છવાયો વરસાદ વરસે છેશહેરના વિવિધ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. શહેરના સેટેલાઈટ, ગોતા, થલતેજ, બોપલ, ચાંદલોડિયા, મણીનગર, ખોખરા, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, મેમનગર, નવરંગપુરા, ચાંદખેડા, સાબરમતી, સુભાષબ્રીજ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો.
મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી જોવા મળ્યો. તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, રાજ્યભરના લગભગ તમામ જીલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. ક્યાંક ધોધમાર તો ક્યાક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે.