- Advertisement -
અમદાવાદ: હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.