- Advertisement -
અમદાવાદ: ઓઢવમાં આજે વહેલી સવારે પરિણિતાએ ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. પારિવારિક ઝઘડા અને માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઓઢવની શ્રેયા રેસિડેન્સીમાં રહેતા અનિતાબહેન વર્મા નામની પરિણિતા પોતાના ત્રણ બાળકો સાથે રહેતી હતા. તેમના પતિ વાપીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે અનિતાબહેને પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી જાડેજાએ જણાવ્યું હતું કે પરિણિતા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. તેમના પતિ વાપીમાં નોકરી કરે છે. અને અહિંયા અપ-ડાઉન કરતા હોય છે. કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પરંતુ ઝઘડાઓ અને માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પાસેની રિવોલ્વર લાયસન્સ વાળી હતી કે ગેરકાયદેસર તેની હાલ તપાસ ચાલુ છે.