Tuesday, December 7, 2021
Homeઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 DCP સહિત 300 પોલીસ જવાનો સાથે ટ્રાફિક ડ્રાઈવ
Array

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 DCP સહિત 300 પોલીસ જવાનો સાથે ટ્રાફિક ડ્રાઈવ

અમદાવાદ:  પૂર્વ વિસ્તારના ઝોન-4માં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ ચાલી રહી છે. મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ, મોબાઈલ પર વાત, સીટ બેલ્ટ ન બાંધનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ટ્રાફિક ડ્રાઈવમાં 2 DCP, 2 ACP, 7 PI અને 300 પોલીસ જવાનો સહિતના અધિકારીઓ જોડાયા છે.

AMC અને RTO જોડાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરટીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા છે. ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ઝોન-4માં ટ્રાફિક ડ્રાઈવ

– દરિયાપુર
– મેઘાણીનગર
– સરદારનગર
– એરપોર્ટ
– શાહીબાગ

બંદોબસ્ત પૂરો ટ્રાફિક ડ્રાઈવ શરૂ

વાઇબ્રન્ટના બંદોબસ્ત પૂરો થતાંની સાથે જ પોલીસે ફરી એકવાર મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. આ મેગા ડ્રાઈવ પહેલાની જેમ અસરકારક બને છે કે કેમ તેના પર મોટો પ્રશ્ન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments