અમદાવાદના બોપલમાં BRTS-બાઈક વચ્ચે અકસ્માત, 2ના મોત

0
48

અમદાવાદ: બોપલ ઉમિયા માતા મંદિર પાસે BRTS બસ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેના મોત થયા છે. સવારે થયેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બોપલ પોલીસ મુજબ ઘુમાગામના રહેવાસી વિપુલ ભાભોર (ઉ.વ.20) અને કલ્પેશ આમલિયા (ઉ.વ 20) આજે સવારે પલ્સર બાઈક લઈ અને નીકળ્યા હતા. ઉમિયા માતા મન્દિર પાસે BRTS ટ્રેકમાં પુરઝડપે બાઈક ચલાવતા સામેથી આવતી BRTS બસ સાથે બાઈક અથડાતા બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં વિપુલનું મોત નીપજ્યું હતું જ્યારે કલ્પેશને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

24 કલાકમાં BRTS બસ સાથે અકસ્માતની બીજી ઘટના

પલ્લવ ચાર રસ્તા પાસે BRTS બસ- કાર અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલક શંભુસિંહ પવારનું ઘટનાસ્થળે મોત થયું હતું. અને આજે સવારે બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here