Thursday, October 21, 2021
Homeઅમદાવાદના રાણીપમાં વૃદ્ધાની હત્યા, ચાંદીના કડાની લૂંટ કરી હત્યારો ફરાર
Array

અમદાવાદના રાણીપમાં વૃદ્ધાની હત્યા, ચાંદીના કડાની લૂંટ કરી હત્યારો ફરાર

અમદાવાદ: રાણીપના સુંદરવન ફ્લેટ પાસે આવેલા છાપરામાં રહેતી મહિલાની વહેલી સવારે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સે મહિલાનું ગળું દબાવી હત્યા બાદ હાથ-પગમાં પહેરેલા ચાંદીના કડાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાથ-પગમાં પહેરેલા ચાંદીના કડા ગાયબ

રાણીપમાં બબોલનગર બ્રિજ નીચે આવેલા છાપરામાં લક્ષ્મીબેન બાવરી (ઊંમર વર્ષ 65) એકલા રહેતા હતા. તેઓ ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે વહેલી સવાર સુધી લક્ષ્મીબેન ઘરમાંથી બહાર ન આવતા પડોસમાં રહેતા લોકો તેમના ઘરે ગયા હતા. તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ જાગ્યા ન હતા. તેમને હાથ-પગમાં પહેરેલા કડા ગાયબ હતા. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. જેમાં લક્ષ્મીબેનનું ગળું દબાવવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. રાણીપ પોલીસે હાલ આસપાસના લોકોની પુછપરછ શરૂ કરી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments