અમદાવાદના વાડજ રોડ પર યુવકે છરી બતાવી ધર્મની બહેનને પ્રેમસંબંધ બાંધવા દબાણ કર્યું

0
56

અમદાવાદ: શહેરમાં હવે બાળકીઓ ઘરની બહાર નીકળતા અસુરક્ષા અનુભવી રહી છે. એવા જ બે કિસ્સા સામે આવ્યા છે. સરદારનગરમાં 5 વર્ષની બાળકી સાથે એક યુવકે શારીરિક અડપંલા કર્યા હતા તો બીજી તરફ વાડજમાં જાહેર રોડ પર યુવકે પોતે બનાવેલી ધર્મબહેનને છરી બતાની અજપલા કર્યા હતા અને પ્રેમસંબધ બાંધવા દબાણ કર્યું હતું.


વાડજ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા વાડજ રચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. અગાઉ પાડોશમાં સંજય મહેશભાઈ પરમાર (ઉ.વ.22) નામનો યુવક રહેતો હતો અને તેને સગીરાને ધર્મની બહેન બનાવી હતી. ગઈકાલે બપોરે સગીરા સ્કૂલેથી છૂટી અને ઘરે ચાલતાં જઈ રહી હતી ત્યારે એક્ટિવા પર સંજય તેના બે મિત્ર સાથે આવ્યો હતો. સગીરાના શરીરે અડપલાં કરી ગળા પર છરી રાખી હતી અને પ્રેમસંબંધ રાખવા જણાવ્યું હતું. જો તે સંબંધ નહીં રાખે તો તેના ફોટો વાઈરલ કરી દેશે. આ બાદ પણ સાંજે યુવતી ટ્યુશનથી ઘરે પરત ફરતી હતી ત્યારે પણ સંજયે સગીરાને હેરાન કરી હતી. સંજયના પિતાને જાણ કરી સમજાવવા છતાં તેણે આ હરકત કરી હતી. સંજયે સગીરાના પિતાના મોબાઈલમાં વીડિયો પણ વાઇરલ કરી દેતા સગીરાની માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

સરદારનગરમાં રહેતી 5 વર્ષની બાળકી ગઈકાલે 20 રૂપિયા લઈ અને બાજુમાં આવેલી ચીકનની દુકાને ચિકન લેવા ગઈ હતી. દુકાનમાં હાજર સીરાજ કુરેશી નામના યુવકે બાળકીને અંદર લઈ જઈ તેના મોઢામાં પોતાનું મોઢું નાખી દીધું હતું તેમજ બાળકીના ગુપ્ત ભાગે હાથ ફેરવ્યો હતો. 5 મિનિટમાં બાળકી પરત ન આવતા માતા દુકાને ગઈ હતી. બાળકીની માતાએ યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો અને દુકાન માલિક આવી જતા યુવકને મેથીપાક ચખાડ્યો હતો. યુવક લોકોના હાથમાંથી છટકી નાસી જવામાં સફળ રહ્યો હતો. સરદારનગર પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી સીરાજ કુરેશી (ઉ.વ.32, રહે. મદીનાબાગ સોસાયટી, રામોલ)ને ઝડપી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here