અમદાવાદના હાટકેશ્વરમાં પત્નીના પ્રેમી સાથેના સંબંધોથી કંટાળી પતિએ આત્મહત્યા કરી

0
37

અમદાવાદ: હાટકેશ્વર-ભાઈપુરા વિસ્તારમાં રહેતા યુવાને પત્નીના પ્રેમી સાથેના સંબંધોથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની પતિની સામે જ પ્રેમી સાથે બિંદાસ વાતો કરતી હતી. જ્યારે પણ પતિ તેને ઠપકો આપે તો મરી જવા કહેતી હતી. પોલીસે મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટ કબ્જે કરી પત્ની અને સાસુ સામે ગુનો નોંધ્યો છે.

પત્નીની માતા પણ તેનો સાથ આપતી હતી

મૂળ રાજસ્થાનના અને ધીરજ હાઉસિંગમાં રહેતા લાલુનાથની પત્ની નીતાબેન (નામ બદલેલ છે) અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ ધરાવતી હતી. તેના પતિ લાલુનાથ સામે અન્ય પુરુષો સાથે ફોન પર વાતો કરતી હતી.  લાલુનાથે તેની સાસુ રોડીબાઈને વાતચીતનું કહેતા આશાબેનનો પક્ષ લઈ મરી જવા કહેતી હતી. બંનેના વર્તનથી તે કંટાળી ગયો હતો.

પત્નીએ કહ્યું એટલે મરી ગયો

23 ઓગસ્ટ 2018ના રોજ લાલુનાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસને મૃતકની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘ મારી પત્ની કોઈ બીજી વ્યક્તિ સાથે આડા સંબંધ ધરાવે છે, તેની જાણ રવિને છે. તેને મોબાઈલ ફોન પર ધમકી મળતી હતી (નબીરનો ઉલ્લેખ કર્યો છે). નીતા મને મરી જવાનું કહેતી હતી અને તેણે કીધું એટલે હું મરી ગયો. મોત માટે મારી ઘરવાળી જવાબદાર છે. મારો વીમો તેને આપતા નહીં, મોબાઈલ નંબર વાળાએ મારું ઘર બગાડ્યું છે. રવિને ખબર છે. તેનો ભાઈબંધ છે. મારા ફોનમાં રેકોર્ડિંગ છે’

નીતા પ્રેમી સાથે ભાગી ગઈ

જ્યારે લાલુનાથે આત્મહત્યા કરી ત્યારે નીતા ઘરે મળી આવી ન હતી. લાલુનાથના પરિવારજનોએ મરણોત્તર ક્રિયામાં આવવા તેને ફોન કરી જાણ કરી હતી પરંતુ તે પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેની તપાસ કરતાં તે મળી આવી ન હતી. તે પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું લાલુનાથના પરિવારજનોને ચોક્કસ માનવું હોય તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here