અમદાવાદની એલ,જી. હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દિના સગા વચ્ચે મારામારી

0
172

અમદાવાદઃ એલ.જી હોસ્પિટલમાં ફરી દર્દીઓનાં સગાં અને બાઉન્સર વચ્ચે મારામારી થતાં બાઉન્સરને ઇજા થઇ હતી. જેમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એલ.જી. હોસ્પિટલમાં આઇસીયુમાં દર્દીને મળવાનો સમય સાંજે 4થી 6 વાગ્યાનો હોય છે. ત્યારે એક માજી એલ.જી હોસ્પિટલની નવી બિલ્ડિંગના નવમા માળે આવેલી આઇસીયુમાં ચા લઇને જઇ રહ્યાં હતાં. તેમને બાઉન્સરોએ રોક્યાં હતાં. તે દરમિયાન માજીના હાથમાંથી ફોન પડી જતા તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યાં હતાં. તે સાંભળીને અન્ય સગાં ભેગાં થયાં હતાં. જેમાં બાઉન્સર કિરણ અને દર્દીનાં સગાં વિજય પાંડે વચ્ચે ઝપાઝપી થતાં વિજય કિરણને મારમારી ભાગી ગયો હતો. જેમાં બાઉન્સર કિરણ ઘાયલ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ એલજી હોસ્પિટલમાં બાઉન્સરો અને દર્દીઓના સગા વચ્ચે એન્ટ્રી પાસ બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના સર્જાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here