Sunday, November 28, 2021
Homeઅમદાવાદની ધર્મદેવ ઈન્ફ્રા.ના ઉમંગ ઠક્કર પણ રૂ. 1160 કરોડના 'લોન' લાભાર્થી
Array

અમદાવાદની ધર્મદેવ ઈન્ફ્રા.ના ઉમંગ ઠક્કર પણ રૂ. 1160 કરોડના ‘લોન’ લાભાર્થી

અમદાવાદઃ  કોબ્રાપોસ્ટ ન્યુઝ પોર્ટલે કરેલા દાવા મુજબ દેશના સૌથી મોટા 31 હજાર કરોડના લોન કૌભાંડમાં સંપડાયેલી DHFL(દિવાન હાઉસિંગ ફાઈનાન્સિંગ લિમિટેડ) કંપનીએ સૌથી વધુ લોન ગુજરાતી બિઝનેસમેન ઉમંગ ઠક્કરના ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપી છે. ધર્મદેવ ઈન્ફ્રા.એ DHFL પાસેથી 1160 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ઉમંગ ઠક્કર આ સિવાય કેટલાય કન્સ્ટ્રક્શન અને લોન કૌભાંડમાં સંપડાયેલો છે. 2014માં 2.50 કરોડની સર્વિસ ટેક્સ ચોરીમાં ઉમંગની ધરપકડ પણ થઈ હતી.

સરકારી ચોપડે ધર્મદેવના પ્રોજેક્ટ અપુરતા નાંણાને કારણે કેન્સલ થયા, બીજીબાજુ DHFL પાસેથી કરોડોની લોન

ધર્મદેવ ઈન્ફ્રા.ની પાંચ કંપનીઓને કુલ 1160 કરોડ લોન મળી છે

ઉમંગ ઠક્કરના ધર્મદેવ ઈન્ફ્રા.ના એડ્રેસ ધર્મદેવ હાઉસ શ્યામલ ક્રોસરોડ પર રજીસ્ટર ચાર કંપનીઓ અંબિકા લીઝિંગ, એમએચ ઈન્ફ્રા, નેત્ર મેડિલિંક અને વ્રજ બિલ્ડર્સને 120-120 કરોડની લોન મળી છે અને આજ એડ્રેસ પર રજીસ્ટર સત્યસંકલ્પ બિલ્ડકોનને 680 કરોડની લોન મળી છે. આ તમામ લોન ધર્મદેવ ઈન્ફ્રા.ની કંપનીઓને ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના સમયગાળામાં મળી હતી. દાવા મુજબ DHFLએ શેર (ફર્જી-માત્ર કાગળ ઉપરની) કંપનીઓને લોન આપી છે જેમાં ધર્મદેવની આ પાંચ કંપની હોવાનો આક્ષેપ થયો છે.

ધર્મદેવ ઈન્ફ્રા.ની સ્કીમ સ્વામી.બિઝનેસ પાર્કને સરકારે સીલ કર્યો છે

અમદાવાદના નારોલમાં આવેલા ધર્મદેવ ઈન્ફ્રા.ના સ્વામિનારાયણ બિઝનેસ પાર્કને NA (નોન એગ્રિકલ્ચર) અને BU (બિલ્ડીંગ યુટિલાઈઝેશન)ની પરમિશનો ન હોવાથી આખી સ્કીમને સીલ કરાયી છે. આ ઉપરાંત વાસણામાં આવેલા સ્વામિનારાયણ પાર્કમાં 7 માળની મંજૂરી લઈને 9 માળ બનાવી દેવાયા છે એટલે આ સ્કીમને પણ મ્યુનિ.એ સીલ કરી છે.

ઉમંગ ઠક્કરના પુત્ર નીલે મીડિયાને કહ્યું આમાં ખોટું શું છે?

ઉમંગ ઠક્કરના પુત્ર નીલે ધર્મદેવ ઈફ્રા.ની લોન વિશે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે ‘ અમે તો સામાન્ય કંપનીઓની જેમ જ DHFL પાસેથી લોન લીધી છે. ઘણી વખત વિવિધ કંપનીઓ પાસેથી આવી રીતે લોન લેતાં હોય છીએ. આ 1160 કરોડની લોનમાં કંઈ જ ખોટું નથી.’

ધર્મદેવ ઈન્ફ્રાએ બનાવેલી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના અભાવે આજે જ આગ લાગી હતી

આજે જ ધર્મદેવ ઈન્ફ્રા.એ બનાવેલાં જીવરાજ પાર્કના સહજાનંદ કોમ્પલેક્ષ ભીષણ આગ લાગી હતી જેમાંથી 16 બાળકોને બચાવાયા હતા. અહીં કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો નથી આથી જ ભીષણ આગ લાગી હતી. અમદાવાદ મ્યુનિસિપલે ફાયરસેફ્ટી વગર આ બિલ્ડીંગને કેવી રીતે પરમિશન આપી હશે તે પ્રશ્નાર્થ છે.

ઉમંગ ઠક્કરે ચૂંટણી વખતે ભાજપને ફંડ આપ્યું હતુંઃ દિનેશ શર્મા

અમદાવાદ મ્યુનિસિપલાના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું કે ‘ધર્મદેવ ઈન્ફ્રા.ના માલિક ઉમંગ ઠક્કરે ચૂંટણી વખતે ભાજપને ફંડ આપ્યું હતું એટલે જ આ બધી સ્કીમ પર હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. અમે વિરોધ કર્યો હતો છતાં ભાજપે મળતીયાં બિલ્ડરોને સાચવવા ફરિયાદ નોંધી નથી. જો આટલું મોટું કૌભાંડ હોય તો AMCએ ફરિયાદ તો કરવી જ જોઈએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments