Tuesday, December 7, 2021
Homeઅમદાવાદની પોળમાં ઝડપાયેલા જુગાર ધામ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ
Array

અમદાવાદની પોળમાં ઝડપાયેલા જુગાર ધામ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ

અમદાવાદ: રાયપુર વિસ્તારમાં આવેલી હજીરાની પોળમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થયેલી રેડ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનના PI એન.એન.પારગીને DGPએ સસ્પેન્ડ કર્યા છે.

4 જાન્યુઆરીએ સ્ટેટ મોનિટરીગ સેલે જુગારધામ પર દરોડો પાડી 35 જુગારીઓને ૩લાખથી પણ વધુની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જુગાર- દારૂ જેવી પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહેલ સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવેલ હોય ખાડીયા પોલીસ સ્ટેશનના PIને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments