Tuesday, September 21, 2021
Homeઅમદાવાદની મહિલા ડોક્ટરના કોલગર્લ હોવાના પેમ્પ્લેટ ફરતા કરવામાં આવ્યા
Array

અમદાવાદની મહિલા ડોક્ટરના કોલગર્લ હોવાના પેમ્પ્લેટ ફરતા કરવામાં આવ્યા

ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરને કોલગર્લ  હોવાનું જાણવી પેમ્પ્લેટ ફરતા કરી બદનામ કરવાનો પ્રયાસ અજાણ્યા વ્યક્તિએ કર્યો છે. મહિલા ડોકટરના જુના ક્લિનિક પર પેમ્પ્લેટ ફરતા કરવામાં આવતા મહિલાને ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. મહિલા ડોકટરે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડાના વિસત સર્કલ પાસે ફિઝિયોથેરાપીનું ક્લિનિક ધરાવતી નયના (નામ બદલેલ છે)ને બે દિવસ પહેલા રાતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને બીભત્સ માંગ કરવામાં આવી હતી. જેથી નયનાએ ફોન કટ કરી દીધો હતો. બાદમાં બેથી ત્રણ અલગ અલગ નંબર પરથી બીભત્સ માંગણીઓ કરતા ફોન આવ્યા હતા.
નયના અગાઉ જ્યાં ક્લિનિક ધરાવતી હતી, તેની નીચેની દુકાનના માલિકને ક્લિનિકમાં નામ, મોબાઈલ નંબર અને બીભત્સ લખાણ સાથેના પેમ્પ્લેટ મળ્યા હતા, જેથી તેઓએ નયનાને જાણ કરી હતી. નયનાએ તેમના સસરાને જાણ કરી ત્યાં મોકલ્યા હતા. બાદમાં મોડી રાતે પણ ફોન આવવાના ચાલુ રહેતાં નયનાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments