Wednesday, September 28, 2022
Homeઅમદાવાદની 13 સ્કૂલ કોઈપણ શહીદ જવાનના બાળકને મફતમાં શિક્ષણ આપશે
Array

અમદાવાદની 13 સ્કૂલ કોઈપણ શહીદ જવાનના બાળકને મફતમાં શિક્ષણ આપશે

- Advertisement -

અમદાવાદ: એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલ (AOPS) સાથે જોડાયેલી 13 ખાનગી સ્કૂલે શહીદ જવાનોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે અનોખી પહેલ કરી છે. હવેથી ભારતમાં ક્યાંય પણ શહીદ થનારા સૈનિકના બાળકોને ફ્રીમાં પ્રવેશ તેમજ શિક્ષણ આપશે. શહીદોના પરિવારના બાળકોને પ્રવેશથી લઇને તમામ ધોરણમાં ફ્રીમાં અભ્યાસ કરાવાશે.

ખાનગી સ્કૂલ સંચાલકોના મંડળની 40માંથી 13 સ્કૂલે આ સંમતિ દર્શાવી છે. AOPSના પ્રેસિડેન્ટ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, મંડળની ઘણી સ્કૂલોએ નક્કી કર્યું છે કે હવેથી દેશના કોઇપણ સ્થળે, કોઇપણ રાજ્યનો સૈનિક શહીદ થશે અને તેના બાળકોને જો અમદાવાદની સ્કૂલોમાં એડમિશન જોઇતું હશે તો ફ્રીમાં અપાશે, સાથે જ સ્કૂલમાં જેટલા પણ ધોરણની સુવિધા હશે તે તમામ ધોરણોમાં ફ્રીમાં અભ્યાસ કરાવાશે. આ કાર્યમાં સંમતિ દર્શાવનારી સ્કૂલોની સંખ્યા આવનારા સમયમાં વધી શકે છે

જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલ – એશિયા ઇન્ટરનેશનલ – સત્વ વિકાસ સ્કૂલ – ઉદ્દગમ સ્કૂલ – ઝેબર સ્કૂલ – એપ્પલ ગ્લોબલ સ્કૂલ – વિદ્યાનગર સ્કૂલ – ત્રિપદા સ્કૂલ – નુતન સ્કૂલ – કોસમોસ કાસ્ટલ – એચ.બી કાપડીયા – વિશ્વનિકેતન  શાંતિ એશિયાટીક – સેન્ટ અન્ના હાઇસ્કૂલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular