Friday, December 3, 2021
Homeઅમદાવાદમાંથી પાંચ યુવતીઓનું અપહરણ કરી વેચી, બે રીક્ષા વાળા પહોંચાડતા માયા સુધી
Array

અમદાવાદમાંથી પાંચ યુવતીઓનું અપહરણ કરી વેચી, બે રીક્ષા વાળા પહોંચાડતા માયા સુધી

અમદાવાદઃ રાજ્યમાંથી કિશોરીઓ અને યુવતીઓનું અપહરણ કરી લૂંટેરી દુલ્હન બનાવી વેચી દેવાના રેકેટમાં પકડાયેલી માયા સથવારાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જેમાં અમદાવાદ શહેરની પાંચ યુવતીઓને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વેચી હતી. આ યુવતીઓને લગ્ન કરાવવા વેચતી અને તેના પેટે માત્ર દસ હજાર રૂપિયા મળતા હોવાનું રટણ કરી રહી છે. જો કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ માયા સથવારાની વાત માનવા તૈયાર નથી. ઈસનપુર પોલીસે આ કૌભાંડમાં રીક્ષાવાળો આનંદ(ઉ.વ. 27) અને શૈલેન્દ્ર(ઉ.વ.20)ની ધરપકડ કરી છે. આ બન્ને રીક્ષાવાળા યુવતીઓને ફોસલાવી માયા સથવારા સુધી પહોંચાડતા હતા.

મુખ્ય સૂત્રધારો માયા સથવારા અને પ્રકાશ મરાઠી રિમાન્ડ પર

મોરબી, પ્રાંતિજ અને સિદ્ધપુરમાં પરણાવી

બીજી તરફ માયાએ અમદાવાદની પાંચ યુવતીઓને મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્ર અને મુંબઈમાં લગ્ન વાંચ્છુઓને યુવતીઓના ફોટો બતાવી લૂંટેરી દુલ્હન બનાવી વેચી દીધી હતી. અમદાવાદના વાસણાની દેવીપુજક યુવતીના મોરબીમાં પટેલ યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.જયારે વટવાની યુવતીને પ્રાંતિજ અને મહારાષ્ટ્રમાં, ઓઢવની પટેલ યુવતીના મોરબીમાં મનિષ સાથે અને વાસણાની યુવતીના સિધ્ધપુરના રજનીકાંત તથા મુંબઈના યુવક સાથે લગ્ન કરાવ્યા હોવાની કબૂલાત કરી છે.

આર્યવ્રત મંગલમ નામની સંસ્થામાં યુવતીઓના લગ્ન કરાવતા

આ કૌભાંડમાં પોલીસે માયા સથવારા,પ્રકાશ મરાઠીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. જયારે યુવતીને રીક્ષામાં બેસાડીને અરપહરણ કરીને માયા સથવારા સુધી પહોંચાડનાર આનંદ અને શૈલેન્દ્રની પોલીસે મોડી સાંજે ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર માયા સથવારા તથા અન્ય આરોપીઓએ ભોગ બનેલી યુવતીને મીર્ઝાપુર ખાતે આર્યવ્રત મંગલમ નામની સંસ્થામાં યુવતીઓના લગ્ન કરાવતા હતા અને કેટલીક યુવતીઓના નામ બદલવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

માત્ર એટલું જ નહીં, વરરાજાના ઘરથી રોકડ અને ઝવેરાત લઈ નાસી જવાના ગુના નોંધાયા હોવાનું ખુલ્યુ છે. ઈસનપુર પોલીસે આ અંગે અમદાવાદના પૂર્વના પોલીસ મથકોમાં અને સૌરાષ્ટ્ર પોલીસ પાસેથી ફરિયાદો મંગાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments