Tuesday, December 7, 2021
Homeઅમદાવાદમાં આજથી 1.28 લાખ ચોરસ મીટરમાં ફ્લાવર શો, પહેલીવાર રૂ.10 એન્ટ્રી ફી
Array

અમદાવાદમાં આજથી 1.28 લાખ ચોરસ મીટરમાં ફ્લાવર શો, પહેલીવાર રૂ.10 એન્ટ્રી ફી

અમદાવાદ: શહેર કોર્પોરેશન દ્વારા આયોજિત ફલાવર શો બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીલોકો માટે ખુલ્લો મૂકશે. પહેલીવખત મુલાકાત લેનારા નાગરિકોને રૂા.10 એન્ટ્રી ફી આપવી પડશે. એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરીયામાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન કરાયું છે. શહેરમાં આટલા જ વૃક્ષ છે.

પહેલીવાર ઉત્તરાયણ પછી માત્ર સાત દિવસ માટે શો યોજાશે. અત્યારસુધી દસ દિવસ માટે શો યોજાતો હતો અને પછી પણ નાગરિકોની ડિમાન્ડને લઈને દિવસો વધારવામાં આવતા હતા પરંતુ વાઈબ્રન્ટ સમિટના કારણે આ વખતે શોનું આયોજન ડીલે કરાયું છે. 22 તારીખ સુધી યોજાનારા આ શોમાં અંદાજે 15 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેવાના હોવાનો દાવો મ્યુનિ.અધિકારીઓ દ્વારા વ્યકત કરાયો છે. ફલાવર શોમાં ખાણીપીણી માટે 50 જેટલા ફૂડ સ્ટોલ્સ ઊભા કરાયા છે. ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે લોકો જાણકારી મેળવી શકે તે માટે દસ પધ્ધતિઓ બનાવવામાં આવી છે. ફોટોગ્રાફી માટે 3 સેલ્ફી પોઈન્ટ છે.

બુધવારે સવારે લોકાર્પણ થયા બાદ બપોરે બે વાગ્યાથી લોકો સાંજના નવ વાગ્યા સુધી ફલાવર શોની મુલાકાત લઈ શકશે. 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવવાના હોવાથી માત્ર સવારે 10 થી 12 વાગ્યા સુધી જ ફલાવર શો ચાલુ રહેશે. આ સિવાયના કોઈ પણ સમયગાળામાં નાગરિકોને એન્ટ્રી મળી શકશે નહીં. 18મીથી સવારે 10થી રાત્રિના 9 વાગ્યા સુધી લોકો જઈ શકશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments