Friday, December 3, 2021
Homeઅમદાવાદમાં કુશલ ટ્રેડલિંક પર આવકવેરા વિભાગની રેડ, રાજ્યભરમાં 22 સ્થળો પર દરોડા
Array

અમદાવાદમાં કુશલ ટ્રેડલિંક પર આવકવેરા વિભાગની રેડ, રાજ્યભરમાં 22 સ્થળો પર દરોડા

અમદાવાદઃ નોટબંધી વખતે મોટા રાજકીય અગ્રણીઓ અને વેપારીઓના કરોડો રૂપિયાનું કાળું નાણું સેટ કરી દેવાયું હતું. આ નાણું આયોજનપૂર્વક શેરબજારમાં ફરતું કરનારી કુશલ ટ્રેડલિંક કંપનીને ત્યાં 22 જગ્યાએ ઇન્કમટેક્સના 150 અધિકારીઓ ત્રાટક્યા હતા. કુશલ ટ્રેડલિંકના ભેજાબાજ સંચાલકોએ કૌભાંડમાં બે રૂપિયાના શેરને ત્રણ હજાર સુધી પહોંચાડ્યા હતા. હાલ આ શેરની કિંમત 40 રૂપિયા છે.

આઇટીના 150 અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા

નવરંગપુરા ખાતે આવેલા કુશલ ટ્રેડલિંકના વિવિધ સ્થળો પર મંગળવારે સવારથી આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. કંપનીની ઓફિસ અને રહેણાંક પર આઇટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચાર ડાયરેક્ટરોના રહેણાંક પર ત્રાટકેલી આઇટીની ટીમે કડક પૂછપરછ હાથ ધરી હતી. આઇટીની ટીમ એકસાથે 22 જગ્યાએ ત્રાટકી જેમાં ખેડા અને ભૂજમાં આવેલી તેમની આશાપુરા પેપર મિલનો સમાવેશ થાય છે. આઇટીના 150 અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે. જેમાં કુશલ ટ્રેડલિંકની 5 જગ્યાએથી 1 કરોડ રોકડા, 9 લોકરો, વિદેશમાં 3 કરોડનું રોકાણ તેમજ તેમની કોર્પોરેટ ઓફિસમાંથી મોટી સંખ્યામાં કેશ વાઉચર મળી આવ્યા હતા. આ ઉપરાંત પ્રોપર્ટી અને બે નંબરના વ્યવહારો મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments