- Advertisement -
ચૂંટણી પંચે હવે ગણતરીના દિવસોમાં જ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોની માહિતી મુજબ 10 માર્ચ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીઓની પણ જાહેરાત થઈ શકે છે. તો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પણ લોકસભાની સાથે જ યોજાઈ શકે છે.
આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. પાછલી કેટલીક ચૂંટણીઓમાં પણ તારીખોની જાહેરાત કરવાને લઈ ચૂંટણી પંચ સતત વિપક્ષી પાર્ટીઓના નિશાને રહ્યું છે. 2014માં લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 મે વચ્ચે 9 તબક્કામાં કરવામાં આવી હતી. અને 16 મે 2014ના દિવસે પરિણામ જાહેર થયા હતા. જેમાં મોદી સરકારને બહુમતી સાથે મોટી જીત મળી હતી. અને 26 મેએ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા.