અમદાવાદમાં ગાંધીજીના અપમાન મુદ્દે દેખાવો કરી રહેલા યુથ કોંગ્રેસના ત્રણ કાર્યકર દારૂ સાથે ઝડપાયા

0
19

અમદાવાદ: ઉત્તરપ્રદેશમાં ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે જ તેમના પુતળા પર હિન્દુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડેએ નકલી બંદુકથી ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને પગલે આજે ગુજરાત કોંગ્રેસ સમિતિએ શહેરના કોચરબ આશ્રમ ખાતે ધરણા યોજી દેખાવો કર્યાં હતાં. આ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર પાસેથી દારૂની બોટલ મળી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો જ્યારે પૂજા શકુન પાંડેનું પુતળા દહન કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે એક કાર્યકરના એક્ટિવાને રોકી તપાસ કરતા તેમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે. એલિસબ્રિજ પીઆઈ અપૂર્વ પટેલે જણાવ્યું કે ત્રણેય શખ્સ યુથ કોંગ્રેસના કાર્યકરો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here