અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે, કોરોના મહામારીને લઇને હાઈકોર્ટે રોક લગાવી કા

0
2
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
  • કાલે નેત્રોત્સવ વિધિ બાદ મીટિંગ કરી સરકારમાં રજુઆત કરીશું: મહંત દિલીપદાસજી

અમદાવાદ. કોરોનાની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સાના પુરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા પર રોક લગાવી હતી. અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની આજે ડિવિઝન બેંચમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા સમક્ષ મોડી સાંજે અરજન્ટ સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરી અને હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે. રથયાત્રા રદ થતા હવે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મંદિરના પ્રાંગણમાં જ ફરશે.

હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખીએ છીએઃ મહંત

મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે પરંપરા અને આસ્થાનું પ્રતીક છે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખીએ છીએ. આ મામલે ફરી સરકારને રજુઆત કરીશું. હવે આગળ શું કરવું, સુપ્રીમ કોર્ટમાં જવા અંગે તે મામલે કાલે નેત્રોત્સવ વિધિ બાદ મીટીંગ કરી સરકારમાં રજુઆત કરીશું.

મંજૂરી મળશે તો નગરચર્યા નહીંતર મંદિરના પ્રાંગણમાં રથ ફરશે

આ પહેલા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે ભગવાનને મંદિરમાંથી બહાર લાવી રથમાં બિરાજમાન કરવામાં આવશે જ અને વિધિ કરવામાં આવશે. રથયાત્રા કાઢવા અંગે હજી સુધી સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી નથી.

અમે મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ જો સરકાર હા પાડશે તો રથ શહેરમાં ફરશે. મંજૂરી નહિ મળે તો પણ પરંપરાગત રીતે ભગવાન રથ પર બિરાજમાન થશે અને બીજા દિવસે મંદિરમાં જશે. મંદિરના પ્રાંગણમાં ભગવાનના રથને ફેરવવામાં આવશે. આવતીકાલે રવિવારે સૂર્યગ્રહણ હોવાથી સાંજે પાંચ વાગ્યા પછી નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.