Sunday, December 5, 2021
Homeઅમદાવાદમાં જયંતી ભાનુશાળીની અંતિમયાત્રા નીકળી, ભારે આક્રંદથી દીકરી બેભાન
Array

અમદાવાદમાં જયંતી ભાનુશાળીની અંતિમયાત્રા નીકળી, ભારે આક્રંદથી દીકરી બેભાન

અમદાવાદ: અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી ગઈકાલે હત્યા કરાઈ હતી. એફએસએલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરીને તેમના મૃતદેહને નરોડા સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો. ત્યાંથી ભાનુશાળીની અંતિમયાત્રા નીકળી હતી. તેમાં સામેલ થયેલી તેમની દીકરી ભારે આક્રંદ બાદ બેભાન થઈ જતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મળનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં હત્યાની ચર્ચા થશે.

સિવિલ હોસ્પિટલથી ભાનુશાળીના મૃતદેહને તેમના નિવાસે લઈ જવાતા ભાજપમાંથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર સી ફળદુ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મેયર બીજલ પટેલ સહિતના નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. તેમાં કચ્છના કદાવર નેતાની હત્યા તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ટીકાનો જે મારો ચલાવાઈ રહ્યો છે તેની ચર્ચા થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments