અમદાવાદમાં તસ્કરોનો તરખાટ મચાવ્યો, છ જગ્યાએ ચોરીના બનાવ, પોલીસ પેટ્રોલીંગ પર સવાલ

0
26

અમદાવાદઃ શહેરમાં કડકડતી ઠંડીમાં તસ્કરોએ તરખાટ મચાવી છ જગ્યાએ ચોરી કરી હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. તસ્કરોએ રાતે અને દિવસ દરમિયાન મકાન, દુકાન અને ગોડાઉનને ટાર્ગેટ બનાવી કુલ રૂ. 20 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

પાલડીમાં ઘરમાંથી ચાવી લઈ એક્ટિવા ચોર્યું
  • પાલડીના અક્ષય એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેક દિપક પોતાના ઘરે સુતા હતા ત્યારે મોડી રાતે તસ્કરે ઘરમાં ઘૂસી લેપટોપ અને એક્ટિવાની ચાવી લીધી હતી. બાજુના આવેલા એક મકાનમાંથી પણ તસ્કરે સોનાના દાગીના અને મોબાઈલ ચોરી લીધો હતો. એક્ટિવાની ચાવી લઈ ચોર એક્ટિવા પણ લઈ ગયો હતો.
  • કાલુપુરમાં મહિલાના પર્સમાંથી સોનાની રૂ.60 હજારની બંગડી પણ ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતા. નરોડા રોડ પર આવેલી ડી કોલોનીમાં રહેતા નાથાભાઇ ગઢવીના ઘરમાંથી તસ્કરો 18 તોલા સોનુ, ચાંદી અને રોકડા રૂ. 1.50 લાખ મળી 6.24 લાખની ચોરી કરી હતી. નરોડા રોડ પર આવેલી ઇમામબીબીની ચાલીમાં બે સરદારજી તિજોરીનું લોક બનાવવાના બહાને આવી રૂ. 1.08 લાખના દાગીના લઈ ગયા હતા.
સરદારનગર અને સરખેજમાં દુકાનમાંથી ચોરી
  • કુબેરનગરમાં દેવલાલી બજારમાં મહાદેવ ફૂટવેર નામની દુકાન ધરાવતા રાજુભાઈની દુકાનના ધાબા પરથી તસ્કરોએ અંદર પ્રવેશ કરી રોકડ રૂપિયા અને ચાર પેનડ્રાઈવની ચોરી કરી હતી જ્યારે સરખેજ અંબર ટાવર પાસેના એવરેસ્ટ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનમાંથી તસ્કર સાત મોબાઈલ, એક ટીવી અને રોકડ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
  • પીપળજમાં આવેલ ઝેડ.કે.એસ્ટેટ સરગમ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકી રૂ. 10.45 લાખનું કાપડ અને રોકડ મળી કુલ રૂ. 10.51 લાખની ચોરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here