અમદાવાદમાં દારૂની મહેફિલ માણતી ચાર યુવતી સહિત છ કોલેજીયન ઝડપાયા

0
95

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે ગુરૂકુળ રોડ પર આવેલા યશપ્રભા એપાર્ટમેન્ટમાંથી દારૂની મેહફિલ માણતા કોલેજીયનો એવા ચાર યુવતી અને બે યુવાનની ધરપકડ કરી છે. જેમાં કુમેલ આલમ( ઉ.વ.21) યશપ્રભા એપાર્ટમેન્ટ, મેમનગર, રાજાપ્રતાપસિંહ રાજપૂત (ઉ.વ.28), સહજાનંદ એપાર્ટમેન્ટ ગુરૂકુળ રોડ, ધ્રુવી નાગોરી (ઉ.વ.20) ગોકુલ કોમ્પ્લેક્સ, ગુરૂકુળ, મહિમા આહુજા (ઉ.વ.20) ગોકુલ એપાર્ટમેન્ટ, મેમનગર, સીમોની ગુપ્તા (ઉ.વ.18),ભગીરથ સિટી હોમ્સ, નારોલ, પ્રકૃતિ ત્રિપાઠી (ઉ.વ.19) ગોકુલ કોમ્પલેક્સ, ગુરૂકુળનો સમાવેશ થાય છે. પોલીસે દારૂ પીવાનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સિવાયના સાત યુવકો પણ મકાનમાં હાજર હતાં. જો કે તેમણે દારૂ પીધો ન હોવાથી તેમને જવા દેવાયા હતા.

 

નશામાં બૂમો પાડતા પોલીસને શંકા ગઈ અને ઝડપાયા

રાજસ્થાનથી વિદેશી દારૂ મંગાવ્યો

વસ્ત્રાપુર પોલીસ સાયકલ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે યશપ્રભા એપાર્ટમેન્ટમાં દારૂની મેહફિલ માણતા નબીરાઓ નશામાં બૂમો પાડતા સાંભળ્યા હતા. જેને પગલે પોલીસે શંકાને આધારે તપાસ કરતા બે યુવકો અને ચાર યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં. આ તમામ નબીરાઓ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતા હતા અને અભ્યાસ પૂર્ણ થતા દારૂ પાર્ટી યોજી હતી. તેમણે પાર્ટી માટે રાજસ્થાનથી વિદેશી દારૂ મંગાવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here