અમદાવાદમાં નિવૃત્ત ડીવાયએસપીના બે પુત્રો વચ્ચે ઝઘડો હિંસક બન્યો, ભાઈએ ભાઈને છરી મારી

0
49

અમદાવાદ: શહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા એક બંગલામા નિવૃત ડીવાયએસપીના પુત્રએ તેના ભાઈને માર માર્યો હોવાની ઘટના બની છે. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પુત્ર પિતાને મળવા ગયો હતો
શહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા વૃંદાવન બંગલોઝમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી ઓ.એસ. શિવનાનીના પુત્ર સાગર પર તેના જ ભાઈ આકાશે છરી વડે હુમલો કર્યો હતો. સાગર લંડન રહે છે અને આકાશ તેના પિતા સાથે રહે છે. આજે બપોરે સાગર ઘરે મળવા ગયો ત્યારે તું અહીંયા કેમ આવ્યો કહી આકાશે સાગરને છરી મારી દીધી હતી. સાગરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here