Tuesday, October 26, 2021
Homeઅમદાવાદમાં પરિણીત યુવક સાથે ભાગેલી યુવતીના સમાજે પ્રેમીને ઉઠાવી 10 લાખ માગ્યા,...
Array

અમદાવાદમાં પરિણીત યુવક સાથે ભાગેલી યુવતીના સમાજે પ્રેમીને ઉઠાવી 10 લાખ માગ્યા, પોલીસે છોડાવ્યો

અમદાવાદઃ  દસક્રોઈ તાલુકામાં રહેતા પટેલ સમાજના યુવકને રબારી સમાજની યુવતી સાથે પ્રેમસંબંધ થતાં રબારી સમાજે યુવકનું અપહરણ કરી પટેલ પરિવાર પાસે 10 લાખની ખંડણી માંગી હતી. જોકે નિકોલ પોલીસે પટેલ યુવકને રબારી શખ્સોની જાળમાંથી છોડાવ્યો હતો, સાથે જ બે રબારી શખ્સની ધરપકડ પણ કરી છે. આ અંગે નિકોલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રબારી શખ્સો 3 કારમાં આવી પટેલ યુવકનું અપરહરણ કર્યું

પટેલ યુવક કઠવાળા પોતાના ગેરેજમાં કામ કરતો હતો ત્યારે 3 કારમાં આવેલા કેટલાક રબારી શખ્સોએ તેનું અપહરણ કરી અડાલજના દ્વારકેશ પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા. ત્યારબાદ રબારી શખ્સોએ પટેલ પરિવારને ફોન કરી તેમના પિતાને ધમકી આપી કે જો દિકરાને જીવતો જોતો હોય તો રબારી સમાજના પંચે નક્કી કરેલા 10 લાખ રૂપિયાની આપી જાવ. પટેલ પરિવારે સમાજના અન્ય મોભીઓ સાથે રહી રબારી શખ્સોના કહેવા મુજબ તેમને લેવા ગયા પણ અલગ-અલગ જગ્યાએ ફેરવ્યા હતા અંતે પટેલ પરિવાર કંટાળી નિકોલ પોલીસની મદદ લીધી હતી.

પોલીસે રબારી શખ્સના ફોનનું લોકેશન ટ્રેક કરી પકડી પાડ્યા

નિકોલ પોલીસે પટેલ પરિવારને આવેલા ધમકી ભર્યા ફોનનું લોકેશન ટ્રેક કરી અડાલજના દ્વારકેશ પાર્ટી પ્લોટમાંથી અપહરણ કરનાર રબારી શખ્સોને પકડી પાડ્યા હતા. જોકે પોલીસ પહોંચતાં જ મોટાભાગના રબારી શખ્સો ભાગી ગયા હતા જ્યારે બે શખ્સો પ્રવિણ રબારી અને રાજેન્દ્ર ઠાકોરને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે પટેલ યુવકને અપહરણકારીઓના સકંજામાંથી છોડાવી પટેલ પરિવારને સોંપ્યો હતો. નિકોલ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments