અમદાવાદમાં પાણીજન્ય રોગોનો હાહાકાર, 15 દિવસમાં નોંધાયા 1500 કેસ

0
28

  • CN24NEWS-19/06/2019
  • અમદાવાદમાં હજુ તો નજીવો વરસાદ પડ્યો છે. ત્યારે શહેરમાં કેટલીક જગ્યા પર ભુવા પડવાની અને પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી છે. આ ઘટનાઓથી અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઇ ગઈ છે. એક તરફ આ સમસ્યાના કારણે નાગરીકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પહેલા જ પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 15 દિવસમાં 1500 જેટલા પાણીજન્ય રોગના દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.એક રીપોર્ટ અનુસાર, અમદાવાદમાં પાણીની પાઈપ લાઈન જુની થઈ હોવાના કારણે ઘણી જગ્યા પર પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે પણ પાણીજન્ય રોગ ફેલાવાની સંભાવનાઓ રહેલી છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો કોલેરાના 4 અને ઝાડા ઉલ્ટીના 670 કેસ, કમળાના 150, ટાઈફોઈડના 347, મેલેરીયાના 177, ઝેરી મેલેરીયાના 10 તેમજ ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વારસાદ વરસી રહ્યો છે. જેના કારણે હવે પાણીજન્ય રોગોની સાથે-સાથે મચ્છરજન્ય રોગમાં પણ વધારો થવાની સંભાવનાઓ રહેલી છે. જેના કારણે અમદાવાદનું આરોગ્ય વિભાગ અત્યારથી જ કામે લાગી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here