અમદાવાદમાં પોલીસકર્મીની પત્નીનું મોત,પરિવારનો સાસરિયા પર હત્યાનો આરોપ

0
22

અમદાવાદઃ શાહપુરમાં બે મહિના પહેલા જ પોલીસકર્મી સાથે લગ્ન કરનાર ફરહીન મોત થયું છે. જેને પગલે પરિણીતાના પરિવારે સાસરિયા પર હત્યાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે શાહપુર પોલીસે અકસ્માત મોત નોંધી પરિણીતાએ આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કરંટ લાગ્યો, ગળાફાંસો ખાધો કે હત્યા થઈ?

શાહપુરનાં હલીમની ખડકીમાં રહેતી ફરહીનના લગ્ન બે મહિના પહેલા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોહસિન પઠાણ સાથે થયા હતા. ગઈકાલે સાંજે ફરહીનના પરિવારને ફોન કરી તેમની દીકરી બીમાર હોવાની જાણ કરાઈ હતી. ત્યાર બાદ પરિવારે ઘરે જઈ જોતા ફરહીનનું મોત થયું હોવાની જાણ થઈ હતી. તેના સાસરિયાઓએ પહેલા કરંટ લાગવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.પરંતુ બાદમાં ગળા પર નિશાન જોતા ગળા ફાંસો ખાધો હોવાની વાત સામે આવી હતી.

સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ

મૃતક મહિલાના પરિવારનું કહેવું છે કે,અમારી દીકરીને અવારનવાર તેના સાસરિયા ત્રાસ આપતાં હતાં. તેનાં મોત પાછળ સાસરિયાઓનો જ હાથ છે. શાહપુર પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે કે ફરહીને આત્મહત્યા કરી છે કે હત્યા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here