Monday, October 18, 2021
Homeઅમદાવાદમાં પોલીસ કર્મીએ લિવ ઈનમાં રહેતી પરિણીત પ્રેમિકાનો અશ્લીલ વિડીયો ઉતાર્યો
Array

અમદાવાદમાં પોલીસ કર્મીએ લિવ ઈનમાં રહેતી પરિણીત પ્રેમિકાનો અશ્લીલ વિડીયો ઉતાર્યો

અમદાવાદઃ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ કઠવાડા વિસ્તારમાં રહેતી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ તેના બીભત્સ ફોટો-વિડીયો ઉતારી તેની પ્રિન્ટ મહિલાની દુકાનમાં મોકલી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે.

પત્નીને ગંભીર બીમારી હોવાનું કહી ઈમોશનલી મહિલાને બ્લેકમેઈલ કરી

ફરિયાદ કરવા જતાં કોન્સ્ટેબલ સાથે પરિચય થયો

દસક્રોઇ તાલુકાના કઠવાડા ગામમાં રહેતી અને સિલાઇ કામ કરીને ગુજરાન ચલાવતી 37 વર્ષિય મહિલાના અગાઉ રાજસ્થાનમાં લગ્ન થયા હતા. ત્યાર બાદ આ મહિલા પતિ વિરૂદ્ધ કેસ કરવા માટે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આવી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહેશ મૂળજીભાઇ પરમાર (રહે બાપુનગર હાઉસિંગ બોર્ડના મકાન)ના સંપર્કમાં આવી હતી.

પુત્રીને લઈ કોન્સ્ટેબલ સાથે લિવ ઈનમાં રહેવા લાગી

બન્નેનો પરિચય થયા બાદ આરોપી કોન્સ્ટેબલ મહેશ પરમારે મહિલાને પ્રપોઝ કર્યુ હતું. માત્ર એટલું જ નહીં, મહેશે આ મહિલાને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને કહ્યું હતું કે, મારી પત્નીને ગંભીર બીમારી છે અને તે લાંબુ જીવી શકે તેમ ન હોવાથી હું તારી સાથે રહેવા માંગુ છું અને થોડા સમય બાદ તારી સાથે લગ્ન કરીશ. આ વાત સાંભળી મહિલા તેની પુત્રીને લઇ મહેશ સાથે લિવ ઇનમાં રહેવા માટે જતી રહી હતી અને હાટકેશ્વરમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં સાથે રહેવા લાગ્યાં હતાં.

આરોપી લગ્ન કરવાનું ટાળતો રહ્યો

લિવ ઈનમાં રહેવા દરમિયાન મહિલાએ તેની સાથે લગ્ન કરવાનું અવાર નવાર કહ્યું હતું. જોકે મહેશ લગ્ન કરવાનું ટાળતો અને સરકારી નોકરી હોવાથી બીજા લગ્ન કે મૈત્રી કરાર કરી શકે નહીં તેમ કહ્યું હતું. વર્ષ 2011માં મહેશે કઠવાડા તળાવની સામે મહિલાના નામે એક મકાન ખરીદ્યુ હતું. આ મકાનમાં છેલ્લા આઠ વર્ષથી મહેશ પીડિત મહિલા તેની પુત્રી સાથે રહેતા હતા.

શંકા કરતો અને અશ્લીલ વિડીયો પણ ઉતાર્યો

મહેશ મહિલા સાથે લગ્ન નહીં કરીને મૌખિક મૈત્રી કરારથી પતિ પત્ની તરીકેના સંબંધો રાખીને રહેતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી મહેશ મહિલા પર નાની નાની બાબતે શંકા રાખતો હતો. તેમજ તેની પુત્રીને ભરણ પોષણનો ખર્ચ નહીં આપીને માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. બાદમાં મહેશે મહિલાનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. તેની સાથે સાથે મહેશે બે વર્ષ પહેલા મહિલાએ ઉશ્કેરાટમાં ખરાબ ધંધા કરતી હોવાનું કબૂલ્યું હોવાનો વીડિયો ઉતારી લીધો હતો અને તેના પિતાને મોકલી આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments