અમદાવાદમાં પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ચીજો પર આ તારીખથી પ્રતિબંધની શક્યતા

0
0

મ્ય‌ુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.પ જૂન ર૦૧૮ના વિશ્વ પર્યાવરણ દિવસે પ૦ માઇક્રોનથી પાતળાં પ્લાસ્ટિકનાં વેચાણ, વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો હતો. જેના કારણે એક સમયે શહેરની ગલીએ ગલીએ આવેલાં પાન પાર્લર, ડેરી, એસટી સ્ટેશન અને એએમટીએસ બસ સ્ટેશનની આસપાસ જેવાં સ્થળોએ દરરોજ હજારોની સંખ્યામાં વેચાતાં પ્લાસ્ટિકનાં પાણીનાં પાઉચ સદંતર અદૃશ્ય થઇ ગયાં છે.

પ્લાસ્ટિકના ચાના કપ, ઝભલાં થેલી અને પાન-મસાલાના રેપર પર પણ પ્રતિબંધ મુકાયો હોવા છતાં છેલ્લા કેટલાક મહિનાથી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતાં તેનો ધૂમ વપરાશ થઇ રહ્યો છે. પરંતુ હવે આ મામલે સત્તાવાળાઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યા હોઇ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ શરૂ કરાઇ છે.

 

દરમિયાન સત્તાધીશોએ આગામી તા.૧ મે, ર૦૧૯થી શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની દિશામાં કવાયત આરંભી છે. જોકે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર તોળાઇ રહેલો પ્રતિબંધ શહેરમાં વિવાદનાં નવાં વમળ ઊભાં કરશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના મામલે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ‘આરંભે શૂરા’ ની જેમ શહેરભરમાં વ્યાપક અભિયાન શરૂ કરીને એક જ મહિનામાં ૧૦,૦૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનાે જથ્થો જપ્ત કરીને આ મામલે રૂ.૯૦ લાખની પેનલ્ટી વસૂલી હતી. તેમજ ૧૬૪ જેટલાં વેચાણ અને ઉત્પાદન સાથે સંકળાયેલા યુનિટને તાળાં મારતાં પ્લાસ્ટિકના ધંધાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

ત્યાર બાદ તંત્ર પર શાસક પક્ષ દ્વારા વિવિધ સ્તરેથી દબાણ લાવવામાં આવતાં આ ઝુંબેશ ઠંડી પડી હતી. જોકે પ્રારંભની ઝુંબેશ અસરકારક રહેતાં પ્લાસ્ટિકના કેટલાક ધંધાર્થીઓએ કાગળ અને કપડાંની થેલીઓનું વેચાણ-ઉત્પાદન શરૂ કર્યું હતું. ચાની કીટલીઓ પર ગ્રાહકોને પેપર કપ અપાતા હતા.

સત્તાવાળાઓએ ‘ઉપર’નાં દબાણ બાદ કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯ પ્રત્યે પોતાની તમામ શકિત કામે લગાડતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં ઉત્પાદન, વેચાણ અને વપરાશ પૂર્વવત્ થતાં તેની સામે જોરશોરથી પુનઃ ઝુંબેશ આરંભાઇ છે. જોકે હવે આગામી તા.૧ મે, ર૦૧૯થી શહેરમાં ‘સિંગલ યુઝ’ પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ લાગી જાય તેવી શક્યતા છે.

આમ તો રાજ્ય સરકારના આ અંગે પ્રસિદ્ધ થયેલાં નોટિફિકેશનના આધારે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ચાલુ મહિનાના બીજા અઠવાડિયાથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના હતા, પરંતુ આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીના કારણે આગામી તા.૧ મે, ગુજરાતના સ્થાપના દિવસ પર તંત્રે પસંદગીની મહોર મારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આને પગલે શહેરની તમામ હોટલ, રેસ્ટોરાં, મીઠાઇ અને ફરસાણની દુકાનો, કરિયાણાની દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેકસ, પાનના ગલ્લા, શાકભાજીની લારીઓ વગેરેમાં એક વખત વપરાશમાં લઇને ફેંકી દેવાતાં પ્લાસ્ટિકનાે ઉપયોગ બંધ કરાશે. આ ઉપરાંત કેટરર્સવાળા, આઇસક્રીમ પાર્લર વગેરે ધંધાર્થીઓ પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસ, ચમચી, સ્ટ્રો વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મુકાયેલા પ્રતિબંધથી શહેરભરમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો, સંગ્રાહકો અને ઉપયોગકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એટલે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાથી ફરીથી હોબાળો થાય તેવી પૂરેપૂરી શકયતા દર્શાવતાં ટોચનાં સૂત્રો કહે છે કે અત્યારે તો તંત્ર દ્વારા ખાસ રણનીતિ ઘડાઇ રહી છે. જેના કારણે આગામી તા.૧ મેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાય તો પણ તેનો વ્યાપક વિરોધ ન થાય.

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપરાંત હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના મામલે મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરાનાર હોઇ તે માટેના નિયમો તૈયાર થઇ રહ્યા છે. જોકે આગામી મે મહિનામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓનો સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર તોળાઇ રહેલો પ્રતિબંધ ચોક્કસપણે સમગ્ર શહેરમાં વિવાદનો વંટોળ ઊભો કરશે તે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here