Thursday, May 19, 2022
Homeઅમદાવાદમાં ફાસ્ટફૂડની શોપના રસોડામાં ગેસના બાટલા ફાટ્યા, 4 ફાયરમેન ઈજાગ્રસ્ત
Array

અમદાવાદમાં ફાસ્ટફૂડની શોપના રસોડામાં ગેસના બાટલા ફાટ્યા, 4 ફાયરમેન ઈજાગ્રસ્ત

- Advertisement -

અમદાવાદ: આશ્રમ રોડ પર આવેલી સી.યુ શાહ કોલેજ પાછળ ઓક્સફર્ડ બિલ્ડિંગમાં ફાસ્ટફૂડ બનાવતા રસોડામાં બે ગેસના બાટલા ફાટતા આગ લાગી હતી. આગ બુઝાવવાની કામગીરીમાં ચાર ફાયરના જવાનો દાઝી ગયા હતાં. ચારેય ફાયરકર્મીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આગની જાળ વધુ પ્રસરતા દાઝયા

મોડી રાતે 12.14 વાગ્યે સી.યુ. શાહ કોલેજ પાછળ બિલ્ડિંગમાં ફાસ્ટફૂડના રસોડામાં આગ લાગતા ચાર જેટલા ફાયર ફાઈટર અને ચાર અધિકારીઓ ઘટનાસ્થળે પોહચી ગયા હતા. આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે આગની જાળ વધુ પ્રસરતા ચાર ફાયરકર્મીઓ દાઝયા હતા. જેમાં એક ફાયરકર્મીને વધુ ઈજા થઈ હતી જ્યારે ત્રણને સામાન્ય ઇજા થઇ હતી.

ઈજાગ્રસ્તના નામ

કનુભાઈ નલવાયા  ,  રાકેશ પરમાર  ,  મહેશ તલસાણીયા,  ચંદુભાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular