Tuesday, December 7, 2021
Homeઅમદાવાદમાં ફેબ્રુઆરીના 18 દિવસમાં જ 405 કેસ અને 11નાં મોત
Array

અમદાવાદમાં ફેબ્રુઆરીના 18 દિવસમાં જ 405 કેસ અને 11નાં મોત

અમદાવાદઃ શહેરમાં સ્વાઇન ફ્લૂથી જાન્યુઆરીથી આજ સુધી 618 કેસ નોંધાયા છે અને 14 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. માત્ર ફેબ્રુઆરીમાં જ સ્વાઇન ફ્લૂના 405 કેસ નોધાયા અને 11 વ્યક્તિના મોત નિપજ્યાં છે. એસવીપી હોસ્પિટલમાં અંતે 25 બેડનો સ્વાઇન ફ્લૂ માટેનો ખાસ વોર્ડ શરૂ કરવો પડ્યો છે. જો કે, ત્રણ દિવસથી સ્વાઇન ફ્લૂનો વોર્ડ શરૂ થવા છતાં એક પણ પેશન્ટ આવ્યો નથી. શહેરના હેલ્થ વિભાગનો દાવો છે કે, લોકજાગૃતિ માટે લાખોનો ખર્ચ થયો છે.

શહેરના હેલ્થ વિભાગે સોમવારે સ્વાઇન ફ્લૂના જાહેર કરેલા આકડાં મુજબ વધુ બે વ્યક્તિના મોત સાથે મૃત્યુ આંક 14 થયો છે. જે પૈકી વાસણાની 17 વર્ષની કિશોરીનું જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે સાબરમતીના 58 વર્ષીય આધેડનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

હેલ્થ વિભાગનો દાવો છે કે, સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે પ્રિકોશન મહત્વનું છે. ટ્યૂશન ક્લાસ, ધાર્મિક સ્થળો, મોલ, થિયેટર સહિતની જગ્યાએ પોસ્ટરો લગાવાયા છે, શહેરમાં હોર્ડિંગ્સ લગાવાયા છે. પાંચ લાખ પત્રિકાનું વિતરણ કરીને સ્વાઇન ફ્લૂથી બચવા શું કરવું અને ફેલાતો રોકવા માટે શું કરવું તેવી માહિતી આપવામાં આવી છે.

સ્વાઇન ફ્લૂ માટે આઇસોલેશન વોર્ડના સરકારના દાવા ચકાસવા HCમાં માંગ

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેર બાબતે રાજ્ય સરકાર તેમજ મ્યુનિ.એ હાઇકોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યમાં 10 લેબોરેટરી અને વિવિધ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયાનો દાવો છે.

અરજદાર એડવોકેટ કે.આર. કોષ્ટી દ્વારા રજૂઆત કરાઇ હતીકે, સરકાર જે દાવા કરે છે તેની ખરાઇ માટે હોસ્પિટલની વિઝીટ કરવા તેમને પરવાનગી આપે. સરકાર આવા વોર્ડમાં કોઇને પ્રવેશવા દેતી નથી. કાર્યકારી ચીફ જસ્ટિસની ખંડપીઠે કેસની વધુ સુનાવણી મંગળવાર પર મુલત્વી રાખવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments