- Advertisement -
અમદાવાદમાં ભાજપ સામે બેનરો લગાવવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠકમાં આવેલા વાસણા વોર્ડમાં આવેલા સેવન હેવન એપાર્ટમેન્ટમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. આ બેનરમાં ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બેનરમાં લખવવામાં આવ્યું છે કે આને કહેવાય વિકાસ. કોર્પોરેશનના એસ્ટેટખાતામાં ભ્રષ્ટાચાર.
ગેરકાયદેસર બાંધકામ તોડવા રૂપિયા માંગે છે. ભાજપવાળાએ વોટ માંગવા આવવું નહીં. મહત્વનું છે કે સેવન હેવનના બે એપાર્ટમેન્ટમાં આઠ મકાનો છે. નીચે ગેરકાયદે દુકાનો છે. જેને તોડવા અનેકવાર રજુઆતો કરવા છતાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી કરી નથી. આ દુકાનોને કારણે રહીશોને પાર્કિંગ સમસ્યા સર્જાય છે.