Sunday, November 28, 2021
Homeઅમદાવાદમાં બિલ્ડિંગ પરથી પડેલો સળિયો યુવકના માથામાંથી ગળા સુધી આરપાર ઘૂસ્યો
Array

અમદાવાદમાં બિલ્ડિંગ પરથી પડેલો સળિયો યુવકના માથામાંથી ગળા સુધી આરપાર ઘૂસ્યો

અમદાવાદ: એલ. જે. કોલેજ પાસેની એક કન્સટ્રક્શન સાઇટની બિલ્ડીંગનાં છઠ્ઠા માળેથી લોખંડનો સળિયો પડતાં 25 વર્ષી યુવાનનાં માથાથી ગળા સુધી આરપાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને વીએસમાં દાખલ કરાયો છે. ન્યુરો સર્જરી વિભાગના સર્જનની ટીમે ઓપરેશન હાથ ધર્યું છે. ડોકટરોનાં જણાવ્યાં મુજબ, યુવાનની હાલત અત્યંત ગંભીર છે છતાં તેને બચાવવાનાં તમામ પ્રયાસ હાથ ધર્યા છે.

એલ. જે. કોલેજ પાસે મોટીફની કન્સટ્રક્શન સાઇડ ચાલી રહી છે. શનિવારે સાંજનાં લગભગ 4.00 વાગ્યાનાં ગાળામાં બિલ્ડીંગ નીચે 25 વર્ષીય સુશીલ વિશ્વકર્મા નામનો યુવાન ઊભો હતો. તેવામાં અચાનક બિલ્ડીંગનાં છઠ્ઠા માળેથી એક લોખંડનો સળિયો પડ્યો હતો, જે તેના માથાનાં ભાગે ઘુસની ગળાને આરપાર કરી ગયો હતો. યુવાનના માથાની આરપાર થયેલો સળિયો લાંબો હોવાથી કન્સ્ટ્રકશન સાઇડ પર રહેલા કટર મશીનથી સળિયો કાપીને તાત્કાલિક યુવાનને વીએસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલનાં એક ડોકટરનાં જણાવ્યાં મુજબ, યુવાનને હોસ્પિટલમાં લવાયો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો. હાલમાં તેની હાલત અત્યંત ગંભીર છે, હોસ્પિટલનાં ન્યુરો સર્જરી વિભાગનાં સર્જન દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે, હાલમાં ઓપરેશન ચાલુ છે અને ઓપરેશન પૂરું થતાં કેટલો સમય થાય તે કહી શકાય તેમ નથી.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments