Monday, October 18, 2021
Homeઅમદાવાદમાં મહિલાએ કૂતરા પર ગરમ પાણી નાંખ્યું, પોલીસે ગુનો નોંધ્યો
Array

અમદાવાદમાં મહિલાએ કૂતરા પર ગરમ પાણી નાંખ્યું, પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ: નવાવાડજમાં આવેલા અખબારનગર એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ એક અઠવાડિયા અગાઉ પાલતું કૂતરા પર ગરમ પાણી નાંખ્યું હતું. એનજીઓ ચલાવતી મહિલાએ કૂતરા પર ત્રાસ ગુજારનાર મહિલા વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કૂતરું ડરના મારે ખૂણામાંથી બહાર ન નીકળ્યું

એપાર્ટમેન્ટમાં જ રહેતા હિરેનભાઈએ એનજીઓ ચલાવતા દેવિકા ભાટિયાને જાણ કરી હતી કે એપાર્ટમેન્ટના પાલતું કૂતરા પર મહિલાએ ગરમ પાણી નાખ્યું હતું અને તે કૂતરું ડરના કારણે ખૂણામાંથી બહાર નથી આવતું. દેવિકા અને તેમના સાથી તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તેને બહાર કાઢયુ હતું.

ફ્લેટની મહિલાએ જ પાણી નાખ્યું હતું

એપાર્ટમેન્ટના રહીશોએ દેવિકાને જણાવ્યું હતું કે ફ્લેટના રહીશ દિવ્યાબેન જોષીએ એક અઠવાડિયા પહેલા આ કૂતરા પર ગરમ પાણી નાખ્યું હતું અને અવારનવાર લાતો મારતા હતા. કૂતરું અવારનવાર ગેટ પાસે અને સીટ કવર પર બેસી જતું હતું માટે તેઓ તેને મારતા હતા. જો કે કુતરું આવું કંઈ કરતું ન હોવાનું ફ્લેટના રહીશોએ જણાવ્યું હતું. દિવ્યાબેનને આ બાબતે પૂછતાં તેઓએ દેવિકા અને સોસાયટીના રહીશો સાથે બોલાચાલી કરી હતી. વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અન્ય કૂતરા પર પણ પાણી નાંખ્યું

એનજીઓ ચલાવતા દેવિકા ભાટિયાએ જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોને કહેવા મુજબ આ મહિલાએ અગાઉ પણ ચાર વખત કૂતરા પર પાણી નાખ્યું હતું. અન્ય કૂતરા પર પણ પાણી પડ્યું હતું જો કે બીજા કૂતરાને વધુ ઈજા થઈ ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments