અમદાવાદમાં મહિલા પોલીસે સાઈકલ રેલી યોજી, શહેરની મહિલાઓ મફતમાં મેટ્રોની મુસાફરી માણશે

0
43

અમદાવાદ: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સ્ત્રી સશક્તિકરણના મેસેજ સાથે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે સાયકલ રેલી યોજી હતી. 100 જેટલી મહિલા પોલીસે આ રેલી યોજી લોકોને એક મેસેજ આપ્યો કે, વી કેન ડુ ઇટ તો બીજી તરફ મેટ્રો ટ્રેનમાં માત્ર મહિલાઓ જ મુસાફરીનો આનંદ માણ્યો હતો.

શિવરંજનીથી હેલ્મેટ સર્કલ રેલી

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સેટેલાઇટ પોલીસ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. સાયકલ રેલી પર મહિલા પીઆઇ, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત 100 જેટલી મહિલા પોલીસકર્મીઓ જોડાઇ હતી. સેટેલાઇટ પોલીસસ્ટેશનથી શિવરંજની થઈ હેલ્મેટ સર્કલ સુધી આ રેલી યોજાઈ હતી. જેમાં પોલીસ દ્વારા સ્ત્રી શક્તિકરણ નો એક મેસેજ લોકોને આપવામાં આવ્યો હતો કે વી કેન ડુ ઇટ એટલે મહિલા બધું જ કરી શકે છે. જે આજના જમાનામાં પુરુષો કરી શકે છે તેવો મેસેજ આપવામાં આવ્યો.

શહેર પોલીસના અન્ય કોઈ કાર્યક્રમ નહીં

 શહેર પોલીસ દ્વારા કોઈ અન્ય કાર્યક્રમ વુમન્સ ડેને લઈને રખાયા ન હતા. સેટેલાઇટ પોલીસ દ્વારા જ આ રેલી તો કરવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશન એન ડિવિઝનમાં આ રેલી યોજાઈ તેના એસીપી પણ મહિલા છે પણ તેઓને કદાચ આ દિવસનું મહત્વ ન હોય તેમ સમજી રેલીમાં ગેરહાજર રહેતા મહિલા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરીનો આનંદ

આજે વુમન્સ ડેને લઈને મેટ્રો ટ્રેનમાં માત્ર મહિલાઓ અને બાળકોએ જ મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનનું અને સ્ટેશનનું સંચાલન પણ મહિલાઓએ કર્યું હતું. ઉપરાંત શહેરમાં અનેક જાગ્યો વુમન્સ ડે ને લઈ કાર્યક્રમો યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here