Wednesday, December 8, 2021
Homeઅમદાવાદમાં મહિલા શિક્ષકના હાથે વિદ્યાર્થીની આંખમાં લાકડી વાગતા ઓપરેશન કરાવવું પડ્યું
Array

અમદાવાદમાં મહિલા શિક્ષકના હાથે વિદ્યાર્થીની આંખમાં લાકડી વાગતા ઓપરેશન કરાવવું પડ્યું

અમદાવાદઃ નરોડા નગર પ્રાથમિક શાળા નંબર 1-2ની મહિલા શિક્ષક કૃપા બહેનના હાથે વિદ્યાર્થીને લાકડી વાગતા આંખમાં ગંભીર ઈજા થઈ હતી. જેને પગલે વિદ્યાર્થીને મોતીયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ ઉપરાંત શિક્ષકોએ બાળકને ધમકાવ્યો હોવાનો પણ પરિવારનો આરોપ છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે.

આંખમાં સતત દુઃખાવો થતો હતો

બીજા વિદ્યાર્થીને મારવા જતા બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને લાકડી વાગી

ઇન્ડિયા કોલોની રોડ પર રહેતો અને 13 વર્ષીય સગીર નરોડા નગર પ્રાથમિક શાળા નંબર 1-2માં ધો. 8માં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કૃપાબેનને દસ દિવસ પહેલા સ્કૂલમાં બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને મારવા જતા તેની બાજુમાં બેઠેલા સગીર વિદ્યાર્થીને આંખમાં લાકડી વાગી હતી. લાકડી વાગતા તેને કૃપાબેન સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર કરાવ્યા બાદ તેઓએ સગીરને કહ્યું હતું કે તે રમતા રમતા પડી ગયો છે તેવું ઘરે કહેજે નહીં તો તારી સારવાર નહીં થાય તેમ કહી ધમકાવ્યો હતો.

પિતાએ શાંતિથી પૂછતા બાળકે હકીકત વર્ણવી

વિદ્યાર્થીને તેના પિતાએ જ્યારે પૂછયું ત્યારે તેને ઘરે રમતા રમતા પડી ગયો હોવાથી આંખે વાગ્યું હોવાનું જ કહ્યું હતું. વિદ્યાર્થીને સારવાર કરાવ્યા બાદ તેને ઘરે લઈ ગયા હતા. જો કે આંખમાં સતત દુઃખાવો થતો હોવાથી તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તેને ડૉકટરે મોતીયાનું ઓપરેશન કરવું પડ્યું હતું. બાદમાં પિતાએ શાંતિથી પૂછતાં વિદ્યાર્થીએ શિક્ષકે લાકડી મારતા આંખમાં લાકડી વાગી હોવાની સઘળી હકીકત જણાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments