અમદાવાદમાં માતાએ નિર્વસ્ત્ર તરુણીનો વીડિયો ઉતાર્યો,

0
0

અમદાવાદ: વિંઝોલમાં રહેતા માતા અને પુત્રએ ડ્રેસ ખરીદવાના બહાને સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરાને ઘરે બોલાવી હતી. ત્યાર બાદ સગીરા ડ્રેસનો ટ્રાયલ લઇ રહી હતી ત્યારે મહિલાએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. તે વીડીયો સોશિયલ મીડિયામાં વહેંતો કરવાની ધમકી આપી દિકરા સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. દોઢ વર્ષ સુધી આ યુવાને સગીરાને વીડિયો બતાવી દુષ્કર્મ કર્યુ હતું. આ અંગે સગીરાના પિતાએ માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વિંઝોલ ગામમાં રહેતા વેપારીની 15 વર્ષની દીકરીએ ચાલુ વર્ષે ધો-10ની પરીક્ષા આપી હતી. તેમની જ સોસાયટીમાં રહેતા રેખાબેન ડ્રેસ વેચવા માટે લાવ્યા હોવાથી તેમણે સોસાયટીની મહિલાઓ તેમજ છોકરીઓને ડ્રેસ જોવા આવવા કહ્યું હતું. જેથી આ સગીરા રેખાબહેનના ઘરે ડ્રેસ ખરીદવા ગઇ હતી. અમુક ડ્રેસ તેને ગમતા બાજુમાં મુકાવી ટ્રાયલ લેવા માટે બીજા રૂમમાં ગઈ હતી. ત્યારે રેખાબેને સગીરાનો વીડિયો ઉતારી લીધો હતો.

આ વીડિયો રેખાબહેને સગીરાને બતાવી તેના દીકરા જિતુ સાથે શરીરસંબંધ બાંધવા કહ્યું હતું. જોકે સગીરાએ વિરોધ કરતા તેનો વીડિયો ફેસબુક પર વહેતો કરી તેને બદનામ કરવાની ધમકી આપી હતી. આ મા-દીકરાનાં દબાણમાં આવીને સગીરાને જિતુ સાથે શરીર સંબંધ બાંધવાની ફરજ પડી હતી. જોકે તેનો પણ રેખાબેને વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તે વીડિયો સગીરાને બતાવી તેને અવારનવાર પોતાના ઘરે બોલાવી જિતુ શરીર સુખ માણતો હતો.

લગભગ દોઢ વર્ષ સુધી જિતુએ આ સગીરાનો વીડિયોના આધારે તેને બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. જોકે સગીરા વિરોધ કરતી ત્યારે રેખાબહેને અને જિતુ તેને વીડિયો વહેતો કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને સગીરા પાસે મોબાઇલ પર નગ્ન ફોટા પણ મંગાવ્યા હતા.

આ બનેની ધમકીઓથી તંગ આવી ગયેલી સગીરાએ પરિવારના સભ્યોને જાણ કરતા આ અંગે સગીરાના પિતાએ મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)માં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે જિતુ વિરુદ્ધ દુષ્કર્મ અને તેની માતા વિરુદ્ધ મદદગારીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here